________________
૪૮
અવધાન પ્રયોગમાં તે આની ડગલે ને પગલે જરૂર પડે છે, અને તેને ઉપયોગ કરવામાં આવે છે.
એવું જ વર્ગીકરણનું છે. કોઈ વ્યક્તિ ૧૫ અલગ અલગ વસ્તુઓનાં નામ યાદ રાખવા માટે કહે; તે તેને વર્ગીકરણ વગર યાદ રાખવા જશે તો તેમાંથી અમુક તે ભૂલાઈ જ જશે. વર્ગીકરણ કરવાથી તે સરળતાથી યાદ રહી જશે. વર્ગીકરણ કરવામાં સમાન ગુણ કે જતિવાળી વસ્તુને એક વર્ગમાં ગઠવવી જોઈએ.
કઈ કે પાંચ અલગ ફળોના નામ, પાંચ સ્ટેશનરીનાં નામ અને પાંચ કટલરીનાં નામ આપ્યાં. તેને અવ્યવસ્થિત કે બુસ્ટમથી યાદ રાખવા જશું તે તે યાદ નહીં રહે પણ ઉપર જણાવેલ રીતે યાદ કરવાથી તરત યાદ થઈ જશે અને યાદ રહેશે પણ ખરી. ભાવાવેશથી યાદ કરવાની વૃત્તિ :
કામ, ક્રોધ, મોહ, ભય વગેરે ભાવાવેશે છે. તેથી પ્રેરાઈને કોઈ પણ વસ્તુ યાદ કરવા જશે તો તે યાદ નહીં રહે, બલકે યાદ કરેલ વસ્તુ આ બધા ભાવાવેશોના કારણે ખરે ટાણે ભુલાઈ જશે, તેમજ તેને ભોંઠા પડવું પડશે. પૂર્વગ્રહ :
પૂર્વગ્રહને પણ ભાવાવેશમાં ઘણું ખપાવે છે. પણ તેનું અલગ મહત્વ છે. તે પ્રારંભમાં નાનું સરખે હેય છે પણ તેના લીધે માણસ શ્રેષ્ઠ જ્ઞાનથી વંચિત થઈ જાય છે. સ્મૃતિ-વિકાસમાં પૂર્વગ્રહ ઘણો બાધક છે.
આ પૂર્વગ્રહના કારણે બીજા પ્રત્યે મેહ, દ્વેષ ધૃણા કે ક્રોધથી જોવાય છે. તથા તેમાંથી સારો ભાવ લેવાતું નથી. તેના કારણે જ્ઞાન કે સ્મૃતિ-વિકાસનો જે મસાલો બીજા પાસેથી મળી શકે છે તે લેવાતું નથી.
જૈન પરિભાષામાં તેને સ્મૃતિજ્ઞાન માટે અંતરાય કર્મોદય કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com