SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ છે તેમ અંગદ, સુગ્રીવ વગેરે પણ અયેાધ્યા આવીને પેાતાનુ ધર ભૂલી ગયા. ઘણીવાર ભૂલી જવા જેવી બાબતે : “ આણે મને માર્યા, ગાળા આપી વગેરે ’ યાદ રખાય છે. તેથી યાદ રાખવા જેવી બાબતે ભૂલી જવાય છે. આ ચાલુ ફરિયાદ છે કે કઈ વસ્તુ ભૂલવી અને કઇ વસ્તુ ન ભૂલવી ? આની ગાઠવણુ કરતાં આવડવી જોઇએ કે શું પોતાને જરૂરી છે-ઉપયાગી છે? બાકી જેમ નકામો કચરા ઘર બહાર ફેંકી દઇએ એમ બિનજરૂરી બાબતાને હટાવી નાખવી જોઈએ. એ માટે વિવેક સારાસાર, નિર્ણય શક્તિ બહુ જ ઉપયાગી છે. જગદ્ગુરુ શંકરાચાય બ્રહ્મજિજ્ઞાસાનાં પહેલાં લક્ષણ તરીકે વિવેક શક્તિને ખતાવે છે. વિવેક જ ભૂલવા લાયક વસ્તુને ભૂલાવી દેવાના સફળ શ્રમમાં સહાયક બનશે. મનની ચંચળતા : ઘણીવાર વાતામાં રસ પણુ હાય છે; ઉપયાગી જાણીને યાદ કરવાને પ્રયત્ન કરવામાં આવે છે. તે છતાં તે થોડાક સમય પછી મગજમાંથી સરી જાય છે. મગજમાં તેની સ્થિર સ્મૃતિ રહેતી નથી. તેનુ કારણુ છે મનની ચંચળતા. જેનુ મન અનેક કાર્યોમાં પરાવાયુ હોય; તેનું મન એક પણ વિષય ઉપર સ્થિર થઈ શકતું નથી. જેમ ચચળ જળ ઉપર ચિત્ર ન દારી શકાય, તેમ જ અસ્થિર પત્ર પર ચિત્રનુ આલેખન ન થઇ શકે તેમ અસ્થિર અને ચચળ ચિત્તમાં કાઈ પણ વસ્તુના સંસ્કાર ટકી શકતા નથી. સ્મરણશક્તિના વિકાસમાં મનની ચંચળતા ણી જ ખાધક છે. એ ચંચળતા વીજળીની જેમ કાઈ એક વિષય ઉપર ટકતી નથી. ચંચળતાને દૂર કરવા અને સ્મૃતિને સ્થિર કરવા માટે એકાગ્રતાની સાધના કરવી અત્યંત જરૂરી છે. એકાગ્રતા વડે ધણા સમય નષ્ટ થતેા ખચે છે. લાકામાં યાદ ન થતી વસ્તુ મિનીટામાં એકાગ્રતા વડે યાદ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy