________________
[૪] સ્મૃતિવિકાસમાં બાધક કારણે
સ્મૃતિ-વિકાસના સ્ત્રોત વહેતા હય, ગ્ય આધાર હોય તે છતાં કેટલાંક કારણો એવાં છે જ્યાં સુધી તેમને દૂર કરવામાં ન આવે ત્યાં સુધી સુંદર સ્મૃતિ કેળવી શકાતી નથી. આ બાધક કારણો કયાં છે તે અંગે વિચારીએ.
આખા દિવસમાં થનારી દરેક ઘટના કે મળનારી દરેક વ્યક્તિને યાદ રાખી શકાતી નથી. તેમજ સવારથી સાંજ સુધી કે રાતમાં ઊઠનાર દરેક વિચાર, સ્વપ્નને પણ સેંધી શકાતાં નથી. માણસનું મગજ ટેપ રેકોર્ડિંગ જેવું નથી જેમાં દરેક વાતે કે પ્રસંગ અંકિત થઈ જાય. તેણે તે એ જ યાદ રાખવાનું છે જે હિતકર હોય અને ઉપયોગી હોય. ઘણીવાર બિનજરૂરી અને નિરૂપયોગી વાતે પણ મગજમાં ભરાતી રહે છે, અને જરૂરી વાત યાદ રહેતી નથી. કેટલાક માણસો ઘરેથી નીકળે એટલે ડાયરીમાં-પાનાંમાં નેંધી લે છે કે તેમણે શું શું કરવાનું છે. નહીંતર કઈ ચીજ રહી જતાં ફરીવાર ધકકો ખાવું પડે. અહીં સ્મૃતિ બરાબર કામ કરે છે એવું ન બને. સ્મૃતિ ઉપરના આવરણે કે બાધક તને દૂર કરી દેવામાં આવે તે દરેક સ્મરણીય વસ્તુનું સ્મરણ (જેને યાદ રાખવું હોય તે) રહી શકે.
જૈનદર્શનમાં જ્ઞાનાવરણને તેનું મૂળ બાધક કારણ માનેલું છે. એ પ્રમાણે જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનોની નિરંતર આશાતના કરવાથી જે કંઈ બંધાય છે, તેના ફળ સ્વરૂપે જ્ઞાન ઉપર આવરણ આવી જાય છે અને તેથી સ્મૃતિ પણ મંદ બને છે.
સ્મૃતિ ઉપર અવિશ્વાસ: તે ઉપરાંત અન્ય કારણોમાં સર્વ પ્રથમ બાધક કારણ છે પિતાની જ સ્મૃતિ ઉપર અવિશ્વાસ કરે. પોતાની સ્મૃતિ ઉપર વિશ્વાસ રાખીને ચાલીએ તો ધાર્યું યાદ રહી શકે. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com