________________
૩૫
શરીર માટે રાજસી અને તામસી ખેરાક તથા કેફી પીણમાંથી અને કુવ્યસનથી બચવું જોઈએ.
એવી જ રીતે સ્વસ્થ શરીર માટે બ્રહ્મચર્ય પ્રેમ, વ્યાયામ અને નિયમિતતાની ઘણી જરૂર છે. સમયસર વુિં, સમયસર ખાવું-પીવું, સમયસર બધી ક્રિયાઓ કરવી અને સમયસર સૂવું જોઇએ. વધારે પડતું જાગવું, હદબહાર શ્રમ કરવું, વધારે આરામ કરવા અથવા વધુ પડતું ખાવું-પીવુ પણ સ્વાસ્થને માટે નુકશાનકારક છે. તેની શરીર ઉપર ઊંધી અસર થાય છે અને માંદગી આવવાને સંભવ છે.
માંદગી આવે ત્યારે ઉત્તેજક એલોપથિક દવાઓ કે ઇજેકશનો ન લેવાં, પણ કુદરતી ઉપચાર કે આયુર્વેદિક વનસ્પતિક ઉપચાર કરીને તે રોગને મટાડવા જોઈએ. નહીતર ઉત્તેજક દવાઓના કારણે એક રોગ જતા બીજો રોગ ધર કરી બેસે છે. તેથી સ્મૃતિ નબળી પડે છે. તેવસ્થ શરીર એટલે જાડું-પાકું નહીં, પણ સ્મૃતિવાળું, કસાયેલું. ઉલ્લાસિત આકૃતિવાળું શરીર. સ્વસ્થ મન :
સ્વસ્થ સ્મૃતિને બીજો આધાર છે સ્વસ્થ મન, મનમાં ખોટા વિચારો પિસી જતાં તે સંસ્કૃતિને પિતાની કેર ખેંચીને નબળી બનાવી દે છે. ગંદા, દુષ્ટ અને ખરાબ વિચારો સતત આવ્યા કરે તો તે માણસની સ્મૃતિને નિસ્તેજ અને નિવાર્ય કરી મૂકે છે. તે કોઈ પણ કાર્યમાં સફળ થઈ શકતો નથી. તે અગાઉ યાદ કરેલું બધું ભૂલતા જાય છે.
સુરતમાં મુક્તિ છે :
यद ध्यायति तद्भवति –જેવા મનથી વિચાર કરે છે તે તે થાય છે. વિચાર ન બગડે તે માટે માણસે સવસ્થ મન રાખવું જોઈએ. સારી વસ્તુઓનું ધ્યાન ધરવું જોઈએ. એટલે જ જપ કરવાનું મહત્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com