________________
૩૦
વહી :
વહી પણ સ્મૃતિ-વિકાસના એક સ્રાત છે પણ તે આગાહી કરતાં જરાક જૂદી છે. કુરાનમાં વહીની વાત આવે છે કે હજરત મુહંમદ સાહેબને વહી આવતી હતી. તેમને પછેડી ઓઢીને સુતા સુતા કુદરતી અવાજ આવતે. એ અવાજને સાંભળીને તેમને અન્તઃ સ્ફુરણાથી કેટલીક કુરાનની આયતેનુ સ્મરઙ્ગ થયું હતું. વહીનેા સામાન્ય અર્થ છે શાસ્ત્રાનુ અજ્ઞાન સ્મરણુ.
તીથ કરી જે વાણી ખેલે છે, તેને ગણધરા સૂત્ર અને અરૂપે રચે છે. એમાં પણ વહી જેવુ જ છે આમ આગાહી વહી સ્મૃતિના સ્રાતા છે પણ તેને ઊપયેાગ ભૌતિક સુખ માટે થતા નથી, તેમ કરવાથી તે નષ્ટ થઈ જાય છે.
સ્વપ્ન:
સ્વપ્ન પણ ભવિષ્યની સ્મૃતિ વર્તમાનમાં કરાવે છે. દરેક સપનાં સાચાં હતાં નથી. કેટલાંક તા ભ્રમણા-જાળ જેવાં ઢાય છે. દિવસના જોયેલી કે વિચારેલી વાત પણ ઘણીવાર સ્વપ્નામાં આવે છે. કેટલાંક સ્વપ્ન સાચાં આગાહી કરનારાં હોય છે તે સૂચવે છે કે શું બનાવ બનાવનેા છે? આમ તા સ્વપ્નશાસ્ત્ર પણ એક અલગ શાસ્ત્ર છે. તેમાં સ્વપ્નનાં ભેદ, શુભ-અશુભ સ્વપ્નના ફળાદેશ; દુષ્ટસ્વપન-નિવારણ-વિધિ વગેરે વાતા વિસ્તારથી આપવામાં આવે છે.
જૈનત્રામાં બતાવવામાં આવ્યું છે કે દરેક મહાપુરૂષ જ્યારે માતાના ગર્ભમાં આવે છે ત્યારે તે માતાને સ્વપ્ન આવે છે. ભગવાન મહાવીરની માતાને ચૌદ સ્વપ્ન આવ્યાં હતાં. રામ-કૃષ્ણ-મુદ્દ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાને પણ અદ્ભૂત સ્વપ્ન આવ્યાં હતાં. તેથી તેઓ ધારે છે કે તેમની કૂખે કાષ્ટ મહાન–જીવ આવ્યે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com