________________
૩૦૬
...આપના તરફથી સાધુસાધ્વી શિબિરમાં થતી ચર્ચાવિચારણા રજૂ કરતી પત્રિકાઓ પ્રાપ્ત થઈ.. પ્રેમથી (નિરખી) પ્રચુક પ્રદપ્રસન્નતા પ્રગટયા . આ વાંચન ખરેખર રસપ્રદ અને મૌલિક છે.
–ધ્રાંગધ્રા (સૌરાષ્ટ્ર થી પાયચંદગચ્છીય મુનિ ...વ્યાખ્યાન સ્થા. સાધ્વીજીને વાંચવા આપેલ છે. અહીં એક વકીલભાઈ નિયમિત (એ) વ્યાખ્યાન વાંચે છે... ત્યાં શિબિરાર્થીઓ ને પ્રણામ..
–કચ્છ (શાપર)થી એક અગ્રાવક ...નકલો નિયમિત મળતી રહે છે...પ્રચાર માટે ભલામણ પણ લખી છે... સાધુ-સાધ્વી શિબિરની કાર્યવાહી પ્રશંસનીય છે. એમાં ચર્ચાતા વિષે અતિ ઉત્તમ અને ગ્રાહ્ય છે. એ વિચારધારાને પ્રસિદ્ધિ આપવામાં આવે તો ઘણું લાભ લઈ શકે. જો કે અમારા તરફથી થતાં પ્રવચનોમાં લગભગ એ જ બાબતો વહેતી મૂકવામાં આવે છે.. બાકી ગ્ય આત્મા જ એ વિચારને છળનમાં વણી લેશે. ...આપણે તો આપણું પ્રયાસ ચાલુ જ રાખવા જોઈએ.
–કચ્છ (કંઠી)થી એક પીઠ સાધ્વીજી શિબિરનાં પ્રવચન સાથે ચર્ચાસાર વગેરે આશ્રમમાંથી વાંચવા મળે છે. વાંચી ઘણે આનંદ માર્ગદર્શન મળે છે. ... વિશ્વના ઘણાં ક્રાન્તિકારી સાધુભક્તોનાં જીવનચરિત્ર જોવા મળે છે. ભારતીય સંસ્કૃતિમાં માતાઓને ફાળો ઘણે છે. ભૌગોલિક અને ઇતિહાસનાં વર્ણન અને માનવજાત ઉપર તેનો કેટલો સંબંધ છે, તેનો ખ્યાલ આવ્યો. પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને આજની ચાલું વ્યવસ્થા ક્રમે-ક્રમે કેવી રીતે થતી આવી તે પણ જોવા મળે છે. એક પણ પાસું ચર્ચવામાં બાકી રાખ્યું નથી. વધારે ખ્યાલ સમય આવે અમલમાં કેટલું મૂકીએ ત્યારે આવે. આ શિબિરમાં જે પ્રવચન થયાં છે, તે બધાં અક્ષરે અક્ષર છપાવી પુસ્તક બને, એ મારી આશા છે; કારણ કે તે આવતી પેઢી માટે ધર્મગ્રંથ થશે...ત્યાં સૌ ભાઈબહેને સાધુ સંતોને મારા હાદિક નમસ્કાર....
–ગૂદી (ભા, ન, કાં. પ્રયાગક્ષેત્ર)થી એક ખેડૂત. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com