________________
સૂઠનો ગાંગડી સાંજે પરત કરવાનું યાદ ન રહ્યું. પ્રતિક્રમણ કરતી વખતે તેને તે યાદ આવ્યું. તે વખતે દેવદ્વિગણિ ક્ષમાશ્રમણે વિચાર કર્યો કે હવેના સાધકોની સ્મૃતિ મંદ થતી જાય છે. આમ જ થશે તે આગમોના પાઠ ભૂલાઈ જશે. કંઠસ્થ કરવાથી તે સુરક્ષિત રહેશે નહિ. એટલે તેમને લિપિબદ્ધ કરવી જોઈએ. તે માટે પાટલિપુત્રમાં પ્રમુખ વિદ્વાન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનું એક સંમેલન ભરાયું. તેમાં જેમને જેમને જે જે યાદ હતું અથવા વિસ્મૃત જેવું થઈ ગયું હતું તે બધું જ્ઞાન સ્મરીને યાદ કરીને સંકલિત કરાયું અને આગમો વ્યવસ્થિત રીતે લખાયાં.
ટૂંકમાં વર્ષો જૂનાં સંભારણું પણ અભ્યાસ કરવાથી યાદ થઈ શકે છે. આપણું મગજ ભલે નાનું છે, પણ તેમાં ગોઠવણ બહુ મેટી હેય છે. જન્મજન્માંતરોના સંસ્કારો એમાં કડીબંધ ગોઠવાયેલા છે. અભ્યાસથી જેમ જેમ સંસ્કારને ઉખેડવામાં આવશે તેમ તેમ બધું યાદ આવતું જશે. આ વિકાસ સ્મૃતિને કેળવવાથી થઈ શકે છે. એના માટે સ્મૃતિ સુધાર માટે જે બાધક કારણ છે તેમને છેડવાં જોઈએ અને સાધક કારણોને અપનાવવા જોઈએ. આ અંગે હવે પછી વિચારણા કરશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com