________________
૩૦૦
માન આપી બન્ને મુનિવરે બધા શિબિરાર્થીઓ સાથે ગયા હતા. ત્યાં બહેનને ઉદ્દેશીને પ્રવચન રાખવામાં આવ્યું હતું.
શિબિરકાર્યવાહીના પ્રત્યાઘાત :
હવે શિબિરનાં પ્રવચનો અંગે થોડેક ઉલ્લેખ કરવો યોગ્ય ગણાશે. સાધુ-સાધ્વી શિબિર એવા સમયમાં અને એવા સંક્રાતિકાળમાં થયો હતો, કે તે ચાતુર્માસના સમયમાં શાન્તિથી બધા સાધુસંન્યાસીસાધ્વીઓ એક સ્થળે રહેતાં હેઈ વાંચી-વિચારી શકે. ચાતુર્માસ સિવાય તો બીજા સમયમાં એક સ્થળેથી બીજે સ્થળે વિહાર કે પરિવજન કરવાનું હોઈ, સમય અને શાંતિ ઓછી મળે; ગૃહસ્થોની પણ ચાતુર્માસમાં વૈદિક અને જૈનધર્મમાં તપસ્યાઓ અને વ્રતનું વિધાન હેઈ વિચારવાનો, સાંભળવાનો સમય મળે છે. એ દૃષ્ટિએ શિબિર ચાતુર્માસમાં રખાય હતે. અને શિબિરમાં થતાં પ્રવચનો અને ચર્ચાસાર દરરોજ મઠારીને લખાતા અને શિબિરાર્થીઓ દ્વારા દરરેજ (ડુપ્લીકેટરથી) નકલ કાઢીને મોકલવામાં આવતી. તેમાં દૂરસુદુર વિરાજતાં જિજ્ઞાસુ સાધુસાધ્વીઓ અગર તે જે સાધુ-સાધ્વીઓ શિબિરમાં આવવાની ઈચ્છા હોવા છતાં પિતાના ગુરુઓની રજા નહિ મળવાથી, અથવા પોતાના સંપ્રદાયની બહીકે અથવા : અશક્ત હોવાને લીધે કે એવાં બીજા કારણસર નહિ આવી શક્યાં તેમને સમાવેશ થતો હતો. તેઓએ જ્યારે આ બધી શિબિરની કાર્યવાહી વાંચી ત્યારે તેમના મન પર સારી અસર થઈ હેય, એમ તેમના તરફથી આવેલ પત્રથી જણાય છે. તેમજ જે કેટલાક વિચારક સદગૃહસ્થોને નકલ મોકલવામાં આવતી તેમના મન ઉપર પણ જે પ્રત્યાઘાત પડ્યા તે પૈકી થોડાક પત્રોનો સારભાગ અહીં આપીએ છીએ.
હું અત્રે પંડિતપણાથી અને પુરાણી માન્યતાને પુષ્ટ કરવા માટે નથી રહ્યો, પણ નવી દૃષ્ટિએ વિચારણા કરી સત્યને જાણી જીવનમાં કેવી રીતે ઊતારી શકાય તે લક્ષ્યને લઈને રેકાયો છું, અને આપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com