________________
11] શિબિર દરમ્યાન પ્રવચને, ચર્ચાઓ
અને પ્રશ્ન વિચારણાઓ...
શિબિર દરમ્યાન અગાઉ આપવામાં આવેલ કાર્યક્રમ પ્રમાણે સવારનાં નિયમિત બે વિષ ઉપર પ્રવચને થતાં. પરની ચર્ચાઓ તે વિષયો ઉપર થતી તેમજ ચર્ચા સમય દરમ્યાન વિશ્વ અને દેશના અનેક પ્રકારના પ્રશ્નોની વિચારણાઓ મુક્ત મને થતી. એનાથી શિબિરાર્થીઓના જ્ઞાનમાં અને વધારો થયો, એ તે નિર્વિવાદ છે, પણ શિબિરાર્થીઓને દેશ અને દુનિયાનું સ્પષ્ટ દર્શન થયું. કયો પ્રશ્ન કેવો છે? તેની મર્યાદા શું છે ? તેમજ તેને શું સારાં-માઠાં પરિણામ આવી શકે છે ? તેનું નિરાકરણ ઘણાને થઈ ગયું હતું. આમાં સ્પષ્ટતઃ જૈન-સાધુત્વ અંગે બધાને વિશેષ માર્ગદર્શન મળ્યું હતું તેમજ તેની તરફ સહુની સન્માનની દષ્ટિ કેળવાઈ હતી. સાધુત્વ તે આવું હોવું જોઈએ અને તેને સમાજના ઘડતરમાં કેવી રીતે ભાગ લેવો જોઈએ? તેની સમજણ દરેકને થઈ હતી.
કાર્યકરોએ કેવી રીતે તૈયાર રહેવું જોઈએ? કેવી રીતે આગળ વધવું જોઈએ ? તેનું સ્પષ્ટ માર્ગદર્શન તેમને મળ્યું હતું. તેથી તેઓ ઘડાતા જતા હતા, એટલું જ નહીં આવા કાર્યકરો બીજા અનેક કાર્યકરોને કઈ રીતે ઘડી શકે તેને અહીં સ્પષ્ટ ખ્યાલ તેમને મળ્યો હતો. પર્યુષણ પર્વ દરમ્યાન
પર્યુષણ પર્વ દરમ્યાન શિબિર બંધ રહેલો અને શિબિરાર્થીઓને પોતપોતાની ઈચ્છા પ્રમાણે જવાની છૂટ હતી. તે છતાં જેમને પાસે રહીને યૂપણનું મહત્ત્વ જાણવું હતું તેમને ત્યાં રહેવાની પણ અનુમતિ હતા. પર્યુષણ પર્વ દરમ્યાન જૈન ધર્મ " અંગે પૂ. મુનિશ્રી સંતબાલજી
અને પૂ. નેમિચંદ્રજી મ. નાં સારગર્ભિત પ્રવચને થયાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com