________________
૨૯૬
ઘાટકોપર માતૃસમાજનાં મુખ્ય સંચાલિકા અને વ્યવસ્થાપિકા શ્રી. લલિતાબહેને મહારાજશ્રીને સ્ત્રી જાતિના ઉદ્ધારક તથા તેમને પ્રતિષ્ઠા આપી, વાત્સલ્ય વહેવડાવનાર ગણાવી, તેઓશ્રીએ સ્થાપેલ ઘાટકોપર માતસમાજની સિદ્ધિઓ વર્ણવી હતીઃ “આજે ત્યાં પાપડ, વડી, ખાધ સામગ્રી ઉપરાંત ઈલેકટ્રીક વાયરિંગ અને મોટરની ગાદીઓનું (પ્રીમિયરનું) કામ ચાલે છે. તેથી લગભગ સો ઉપરાંત બહેનને જ કામ મળી રહ્યું છે. મહારાજશ્રીની ઈચ્છા છે કે રોજ ત્રણ બહેનેને કામ આપી શકીએ તે સંતાપ. આવા પરોપકારી સંત દીર્ધાયુ જીવો એવી સંસ્થા પ્રભુ પાસે પ્રાર્થના કરે છે !”
આ બધાને જવાબ વાળતા પૂ. મુનિશ્રી સંતબાલજીએ જણાવ્યું હતું: “શિબિરના ચાલુ વ્યવસાયમાં આ કાર્યક્રમ આવી ગયો. આપણે મોટામાં મોટી કાળજી વ્યકિતની પ્રશંસા ન થઈ જાય તે રાખવાની છે. આપણી આંખ સ્થળને વધારે નજીકથી જુએ છે. એટલે પ્રથમ નજર શ્રધેય તરફ જાય, પણ દેહ તો નાશવંત છે. એટલે બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ, ઈશું, જરથુસ્ત, મહંમદ કે શીખગુરૂ-એ બધાએ જે વારસો આપ્યો છે તેને યાદ કરીએ છીએ. હું નમસ્કાર કરું છું એ ગુરૂના શરીરને નહીં, પણ તેમના ભાવને નમું છું. છતાંયે મારી સામે સ્થૂળ શરીર તો છે જ એટલે સ્થૂળ દેહને યાદ તો કરીએ પણ વિચારને ભૂલીએ નહીં.
સંતબાલ નામ આવે એટલે હું વિચારમાં પડું છું કે સંતબાલ એટલે કોણ? સત્યની મેં ઉપાસના રાખી છે. અવ્યક્ત જગતની ઉપાસના મુખ્ય છે. સંતબાલ–પરિવાર એટલે આ રસ્થૂળ દેહને નહીં, પણ સંતબાલના વિચારને માનનારા લોકો. બે સાધુઓની નનામી સાથે નિકળી તે પણ સંતબાલ-વિચાર પરિવારના કારણે, નહીં કે સંત બાલના શરીરને પૂજનારા પરિવારને કારણે.
હમણાં સ્થા. જૈન સાધુઓનું સંમેલન થયું. દરેકનું વ્યકિતત્વ સચવાય તે જોવું જોઈએ. આમ પ્રથમ જૈને એકત્ર થાય. પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com