________________
૨૬૩
એમ મહારાજશ્રી માને છે. આ કાર્ય થાય એમાં આપ સૌને ફાળો મળે એ જ મહારાજશ્રીની જયંતી મનાવવા જેવું થશે.”
વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘના પ્રમુખ નાદુરસ્ત તબિયતના કારણે આવી શક્યા ન હતા તેથી તેમને સંદેશ શ્રી. રતિભાઈ દીપચંદે વાંચી સંભળાવ્યો હતો. તે જ રીતે ઘાટકોપર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પણ તબિયતના કારણે ન આવી શક્યા પણું પ્રતિનિધિ તરીકે તેમનાં પત્ની આવ્યાં હતા. તેમણે શુભેચ્છા સંદેશે કહ્યું હતું.
શ્રી. રતિભાઈએ કહ્યું : “મને એક વિદ્વાન જૈન સાધ્વી કહેતાં હતાં કે સંતબાલજીને સીત્તેર ટકા જેનો માને છે. જેનેતરો તો જુદા જ. હમણું બે વૃદ્ધ સાધુ મહારાજે કાળધર્મ પામ્યા. બંને જુદાગચ્છના હતા છતાં તેમની નનામી સાથે કાઢવામાં આવી. આને યશ સંતબાલજીને છે. આ તેમની સિદ્ધિ છે કે ભેદને ટાળવા.
અમે ભાલમાં ગયા હતા ત્યાં સુંદર અનુભવ થયા. એક સાધુ જે સમાજને ઘટે તે કેવું થાય છે તે નજરે જોવા મળ્યું ? અમે બેથને ટેકરે અને પુરાતન અવશેષો જેવા ગયા. ત્યાં પાકીટ પડી ગયું. સાંજે પાકીટ પાછું આવ્યું : અરે આ કેવું? તો કહે કે એ તે સંતબાલજી મહારાજની શિલા છે.
બીજી વાત. હું અને અમૃતલાલભાઈ હજામત કરાવવા ગયા. વાળંદને ત્રણ આના આપવા લાગ્યા તો કહે કે “તમે સંતબાલજીના મહેમાન છે. વધારે ન લેવાય !' સામો ધર્મિષ્ઠ હશે તો જ તે સંતબાલજી સાથે ટકી શકશે.
મને તે લાગે છે કે આપણે મુંબઈવાસીઓ વ્યવસાયની મર્યાદા નવી બાંધીએ ત્યાં સુધી દુઃખ એાછાં થવાનાં નથી. તે માટે સંતબાલજી કહે છે તેવા ધર્મમય સમાજ તરફ વળીએ. આપણે સંતબાલજીનું દીઘાયુ ઇચ્છીએ છીએ!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com