________________
૨૮૬
અજલી રૂપે મહારાજશ્રીને અપ હતી. બધાયે મહારાજશ્રીની “શતાયુ દીર્ધાયુભવઃ"ની શુભ કામના વ્યકત કરી હતી.
સંદેશાઓમાં મુખ્યત્વે પૂજ્ય મહારાજશ્રીના વિધવાત્સલ્ય ધ્યેયને લઈને ધર્મદષ્ટિએ સમાજ રચનાના પ્રયોગો દ્વારા વિશ્વશાંતિ અને વિશ્વકલ્યાણ થાય; પૂ. મુનિશ્રી એ પ્રયોગ કરવા માટે ચિરંજીવી અને - ચિરસ્વસ્થ રહે એવી શુભેચ્છા વ્યકત કરવામાં આવી હતી.
પછી, શ્રી બચુભાઈએ જણાવ્યું હતું કે “પૂ. ગુરુદેવની આજે ૫૮ મી જન્મ જયંતિ છે. તે પ્રસંગે પ૮ વાર નહીં પણ અઠાવન હજાર વાર પ્રણિપાત વંદન કરી આપણે તેમને હૃદયપૂર્વક અંજલિ અપએ છીએ. તેઓશ્રીએ ચાર વર્ષથી મુંબઈમાં વિચરીને લોકોમાં સૂતેલાં નૈતિક મૂલ્યો ફરી જગાડ્યાં છે. આ સમય દરમ્યાન તેમણે આપણને ગીતાને કર્મણ, રામાયણનું રસાયણ, જૈન આગમનું તત્ત્વજ્ઞાન, સર્વ ધર્મને અભ્યાસ વગેરેનું જ્ઞાનામૃતપાન કરાવ્યું છે. તેમણે અહીં પણ વિવવા સલ્ય પ્રાયોગિક સંધની રચના કરી છે. બહેને અત્યંત ઉપયોગી એવા ચાર માતૃસમાજે સ્થાપ્યા છે અને છેલ્લે ધર્મક્રાંતિનાં બીજ વ્યાપક કરવા માટે અને સર્વ ધર્મનાં સાધુસાધ્વીઓ એક વ્યાસપીઠ ઉપર બેસીને ધર્મમય સમાજ રચના કરે તે માટે સાધુસાધ્વી શિબિરનાં મંડાણ કર્યા છે. ધર્મમય સમાજ રચના માટે તેમની સક્રિય રચનાત્મક કાર્યવાહીનું અનુકરણ જે દેશ અને વિશ્વ કરે તે જગતમાં સુખ, શાંતિ અને આનંદ જરૂર આવ્યા વગર ન રહે. એ માટે એમણે હજુ ઘણું કરવાનું છે. તે માટે જગતને તેમના તરફથી પ્રેરણા સતત મળતી રહે એ માટે આપણે સૌ ઈચછીએ કે મહારાજશ્રી દીર્ધાયુને પ્રાપ્ત થાય અને તેમની પ્રેરણા આપણને સૌને સતત મળતી રહે.”
ત્યારબાદ પૂ. મુનિશ્રી નેમીચંદ્રજીએ પૂ. મુનિ મહારાજશ્રી સંત• બાલાજીની ૫૮ મી જન્મતિથિ પ્રસંગે ધર્મદષ્ટિએ સમાજ રચનાને
પ્રોગ-પ્રવાહ અંગે વર્ણવતા કહ્યું : . . . : - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com