________________
[૧૦] શિબિર પ્રેરકની જન્મ જ્યતિ (૨૬-૮-૬૧)
શિબિર ચાલુ થયા બાદ વિશિષ્ટ કાર્યક્રમમાં શિબિરપ્રેરક મુનીશ્રી સંતબાલજીની ૫૦મી જન્મ જયંતિ એક હતી. શ્રાવણી પૂર્ણિમાના શુભ દિવસે તેમની ૫૮મી જન્મતિથિ આવતી હતી. આ અંગે બધા શિબિરાર્થીઓમાં અને બહારથી ભાગ લેનારા કાર્યકરોમાં ભારે ઉત્સાહ હતો. શ્રાવણી પૂર્ણિમાં તારીખ ૨૬-૮-૬૧ના આવતી હતી. મહારાજશ્રી જાતે આવી વ્યક્તિપૂજામાં માનતા નથી. તે ઉપરાંત જીવંત વ્યક્તિઓની જ્યતિ કે તે નિમિત્તના કાર્યક્રમે તેમને પસંદ નથી, કારણ કે તેઓ માને છે કે વ્યક્તિ જીવનના અંત સુધી એક સરખી રહેશે કે નહીં એ નક્કી થતું નથી. એટલે જીવતા માણસની યંતિઓમાં જોખમ હાઈ પ્રાયઃ નહીં ઉજવવી જોઈએ!” પણ, જે વિશિષ્ટ વ્યક્તિ હેઈ તથા જેમનાં કાર્યો અને વિચારે લોકોને પ્રેરણા આપે તેવાં હોય તેને શુભ દિને યાદ કરવામાં વાંધો નથી. એ રીતે આજનો કાર્યક્રમ યોજાયો હતો.
સૌ પ્રથમ શિબિરની શરૂઆત પ્રાર્થના વડે થઈ. સહુએ એક સ્વરમાં ગાયું :
“સંગે હરિચરણમાં રહીએ તમે અમે
સંગે હરિપ્રણયમાં રહીએ તમે અમે. ત્યારબાદ બહેનશ્રી મીરાંબહેને મધુર સ્વરે ભાવગીત ગાયું ઃ
પ્રમ અંતર્યામી જીવન જીવના દીન શરણ...
પિતા, માતા, બંધુ, અનુપમ સખા હિત કરણા...! ત્યારબાદ શિશિર વ્યવસ્થાપક સમિતિના મંત્રી કાર્યકર શ્રી. ઉત્તમલાલ કીરચંદ ગેસળીયા (બચુભાઈ) એ આજના જન્મદિન નિમિત્તે આવેલા પ્રેરક સંદેશા વાંચી સંભળાવ્યા હતા. કેટલાકે સુતરની આંટીએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com