________________
૨૦૦
મને આમ વાત કરતો જોઈને એક જણે કહ્યું : “જે જે ફરીને આવી વાત કરતા નહીં–નહીં તો તમારી ખેર નહીં રહે !”
શહેરેની આ દશા છે. ગામડાંમાં જુદી દશા છે. એટલે શહેરના અનિષ્ટ કેવી રીતે કાઢી શકાય? તે સવાલ છે! ”
શ્રી. દેવજીભાઈએ કહ્યું : “માતૃસમાજે જરૂર આ કામ ઉપાડી શકે. બહેનોમાં સંસ્કારો રેડવાથી તે સમાજને સુંદર બનાવી શકશે !”
માતૃસમાજની તેમજ ઘાટકોપર ચાતુર્માસની કેટલીક વાત થઈ. ત્યાર પછી સવારની વાતને લઈને વિચારણા કરતાં એમ સાર નીકળ્યો કે –
(૧) બન્ને પક્ષે જાગૃતિ રાખવી. એટલે સવારે ખાનાવાળા ઘડાની વ્યવસ્થા ન હતી તે બરાબર રાખવી તથા આવનાર ભાઈ પણ ટિકિટ લીધા વગર જ્યાં ત્યાં બુટ, છત્રી વિગેરે ન મૂકે.
(૨) સામાન્ય રીતે ધર્મસ્થાનકમાં ઉપલાને મધ્યમ વર્ગના લોકો આવે છે. નીચલા થરના કે ઝૂંપડાવાળાઓ લગભગ આવાં અનિષ્ટને જ વ્યવસાય લઈને બેઠા હોય છે. એટલે નીચલા થરને સંપર્ક સાધી, એવામાં કામ કરતું થવાય તે જ જડમૂળથી આ રોગ જઈ શકે.
(૩) સ્વયંસેવકોથી આ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ !
આમ મુક્ત મને સહુએ ચર્ચા કરીને ઘણું જ જ્ઞાન અને આનંદ મેળવ્યાં. આજની ચર્ચા ઉપરથી ભવિષ્યમાં વિષયની ચર્ચા-પ્રસંગે ચર્ચા વગેરે અંગે સહુને આછો ખ્યાલ આવ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com