________________
૨૬૫
પૂજ્ય નેમિમુનિએ કહ્યું કે “ સવારનાં પ્રવચનમાં એક વાક્ય વારંવાર આપણે સાંભળ્યું “પોતે પવિત્ર થઈને પવિત્રતાને ઉપદેશ દેવા જોઈએ !” આ અંગે દાખલા દલીલો સાથે તેમજ જિજ્ઞાસુ બનીને પ્રશ્નો પૂછાવા જોઈએ. જેમકે કેવળ ઉપદેશથી ન ચાલી શકે ? વાણી અને વર્તનને મેળ શા માટે હવે જઈએ? કેરા ઉપદેશનાં ભયસ્થાને કયાં છે? સમાજમાં તેથી શું બ્રિાંતિ થાય છે? વગેરે વગેરે બાબતો ઊંડાણથી ચર્ચવી જોઈએ !”
આ અંગે પ્રશ્નો પુછાયા. તેના જવાબ અપાયા અને વિશેષ વિગતવાર ચર્ચાને ઘાટ ઘડાયે.
શ્રી. પૂજાભાઈએ કહ્યું : “નડિયાદમાં એક બાગમાં એક ત્યાગી બાવા આવેલા. પ્રથમ તો બધાએ ઉહાપોહ મચાવ્યો કે આ તો કઈ ગાંડ લાગે છે. તે સાધુ તદ્દન દિગંબર–નગ્ન હતા. બધાએ બહાર કાઢવા માટે સૂર પૂરાવ્યા. લોકો ધીમે ધીમે સંપર્કમાં આવતાં જાણી શકાય કે એ જ્ઞાની હતા–ગાંડા ન હતા. પછી બધાની શ્રદ્ધા વધવા લાગી. તેની ઝૂપડી બની. તેને સાલ-વ-વસ્ત્રો આવ્યાં: ઠારે જ – વૈભવ વધ્યા.
એકદા એ સાધુપુરેપને જણાવ્યું કે હું નીચ કતરી રહ્યો છું એટલે બીજે દહાડે બધુ એમને એમ છોડીને ચાલી નીકળ્યા.
આથી મને પણ એમ લાગે છે કે આજે સાધુસંતા ખાનપાન અને માનપાનની ટેવાના કારણસર પણ નીચે પડી ગયા હોય છે. તેથી તેમની સ્થળ પવિત્રતા સમાજમાં અસરકારક બની શકતી નથી!”
બી. દેવજીભાઈએ નૈતિક સંગઠન ઉપર ભાર મૂકતાં કને એક દાખલો ટાંક્યા : “એકદા ઘોળે દિવસે બે બહેન ઉપર એક ગૂડ એ ત્રાસ મચાવ્યા. દુકાનમાં જઈને તેમને ખૂબ માર માર્યો. આખા ગામમાં હાહાકાર મચી ગયો પણ કોઈ તેની વિરુદ્ધ કાર્યવાહી કરવા કે અદાલતમાં સાક્ષી આપવા તૈયાર ન થયું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com