________________
[૭] સાધુ સાધ્વી શિબિરને શુભારંભ
જૂના વખતમાં વૈદિક ધર્મના ઋષિમુનિઓનાં સંમેલને મળ્યાં હતાં. બૌદ્ધ ધર્મની સંગતિઓ થઈ હતી. જૈન ધર્મના વેતાંબર સંપ્રદાયની પાટલીપુત્ર, મથુરા અને વલ્લભીપુરમાં આગેવાન સાધુ-સાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓની પરિષદો મળી હતી. છેલ્લા સૈકામાં સ્થાનકવાસી જૈનસંપ્રદાયોનાં બૃહત્ સાધુ સંમેલન અજમેર, સાદડી અને ભીનાસાર મુકામે ભરાઈ ગયાં. તે ઉપર ભારત જૈન મહામંડળ જેવી સંસ્થાએ જેનેનાં બધા ફિરકા-શ્વેતાંબર, દિગબર, તેરાપંથ, બધાની પરિપદે યોજી હતી. આજના સંગઠનના યુગમાં આ બધાનું પિતાનું મહત્વ હેવા છતાં તેમનું ક્ષેત્ર કેવળ પિતાપિતાના ધર્મ, ફિરકા કે સંપ્રદાય પૂરતું હતું.
ત્યારે આ શિબિરમાં ભારતભરના બધા વ્યાપક દષ્ટિવાળા સવ ધમ સંપ્રદાયનાં સાધુસાધ્વી, સંન્યાસીઓને એક ચાતુર્માસિ જેટલા સમય સુધી એકત્રિત થઈને રહેવાને, ચર્ચા-વિચારણા કરવાને તેમ જ યુગાનુરૂપ વિચાર–મડળ તૈયાર કરાનો અધિકાર આપવામાં આવ્યો હતો. તેની સાથે જ તેમને પોતપોતાના નિયમોપનિયમોમાં સ્વતંત્ર રીતે રહેવાની ઉદારતા બતાવવામાં આવી હતી. તે ઉપરાંત શિબિરમાં સાધુસંન્યાસીની સાથે સાધક-સાધિકાઓ એટલે કે બ્રહ્મચારી, વાનપ્રસ્થાશ્રમ લોક-સેવકો (નવા યુગના બ્રાહ્મણ)ને પણ લેવામાં આવ્યા હતા.
આ કંઈ નવું ન હતું. સર્વ ધર્મ સંમેલનો, પરિષદ યોજાય છે. અલગ અલગ સ્થળે વિચરતા સંતો-સંન્યાસીઓ ભેગા મળીને પ્રવચનો કરે જ છે. તેમ જ સંતે અને કાર્યકરોમાં પણ સંયુક્ત પ્રવચનો થાય છે. અહીં તેને વધુ વ્યાપક બનાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતે. તેથી સાધુ વર્ગ અને સાધક વર્ગને સુંદર સમન્વય સાધવાની અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com