________________
૨૩૪
શકે. ચાંદીવલી એ દષ્ટિએ મુંબઈથી બહુ જ છે. અને વાહનવહેવારથી અલગ પડી જતું હતું.
આમ તો શિબિરમાં કેવળ ૩૦ જ. સભ્ય (૧૫ સાધુ-સાધ્વી અને ૧૫ સાધક-સાધિકા) લેવાનાં હતાં. તેમાં પણ ધીમે ધીમે એ સ્પષ્ટ થતું જતું હતું કે સાધુ-સાધ્વીઓની બહુ ઓછી સંખ્યા થવાની. આ શિબિરનું ધ્યેય, ઉદ્દેશ્ય, આવેલ સંદેશાઓ અને ત્યાર પછીની કાર્યવાહીથી જાણી શકાશે. તેમ અત્યંત ઉપયોગી હોવા છતાં, જડતા, સાંપ્રદાયિકતા તેમ જ રૂઢિવાદીમાનસને તે ન રુચતું હોઈને તેને વિરોધ થવા લાગે; અને ધીમે ધીમે જે સાધુ-સાધ્વીઓએ આવવાનું વચન આપેલું અને જે આને સફળ બનાવી શકતા હતા તેમને પોતાના
મેટાઓ” અને સમાજના દબાણ આગળ દબાઈ જવું પડયું. હવે જે સભ્ય ઓછા જ આવે તે મુંબઈની મધ્યસ્થમાં શિબિરનું સ્થાન રહે. તે જ ગ્ય જણાયું.
એ માટે માટુંગા બરાબર હતું. તે માટે માટુંગામાં આવેલ ગુર્જરવાડીનું સ્થાન ઉપયુકત હતું. તે માટે પ્રયાસો ચાલુ થયા. શિબિર માટે જ મકાન જોઈએ છે તે વ્યાજબી ભાડે તે મળી શકે તે માટે તેના એક ટ્રસ્ટી શ્રી. મણિલાલ લક્ષ્મીચંદ વોરાએ પ્રયત્ન કરવાની તૈયારી બતાવી. શિબિરના વ્યવસ્થાપક શ્રી. છોટુભાઈ મહેતા, શ્રી. મણિભાઈ પટેલ વગેરે કાર્યકરને તે મકાન પસંદ પડ્યું અને તેમાં શિબિર ભરવાનું નક્કી કરવામાં આવતાં તે મકાન ભાડેથી લેવામાં આવ્યું.
શિબિર અંગેના ઘણું સંદેશાઓમાં એક આગેવાન જૈન ભાઇના સંદેશામાં હતું તેમ “જૈન સંત ભાવના કરી શકે છે પણ વહેવારમાં તેમને ધર્મ આડો આવે છે” એ વાત સ્પષ્ટ થતી જતી હતી. અને ઠીક અણીના સમયે ઘણું સાધુ-સતિ અટકી પડયા. કેટલાક ઉપર દબાણ લાવવામાં આવ્યું. પરિણામે કેટલાંક બીજા ભાઈઓને અસ્વીકૃતિ
આપવી પડી હતી તેઓ પણ દાખલ ન થઈ શક્યા અને સ્વીકૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com