________________
૨૨૮
–ચાતુર્માસમાં સાધુ-સાધ્વીઓ આમેય એક સ્થાને વાસ કરે જ છે. તેને આવી ઢબે ચિંતન, મનન, ઈત્યાદીમાં સદુપયોગ કરવાનો વિચાર ગમે તેવું છે. તેમાં ઈચછે તે ગૃહસ્થ પણ સમય મુજબ જોડાઈ શકે એ સારી સગવડ રાખી છે. લાંબા કાળથી તમે આ જાતનું આયોજન hપ્યું છે. તે શુભ રીતે ફળશે અને તેમાંથી લોકકલ્યાણ શકિત પ્રગટશે એવી આશા છે.
મગનભાઈ દેસાઈ (ભૂ.પૂ. કુલપતિ
ગુજરાત વિદ્યાપીઠ) આપ સંપ્રદાયોથી ઉપર ઊઠીને કેવળ માનવતાની સેવામાં લોકો લાગે, તેનો પ્રબંધ કરે છે તે આ યુગની અનિવાર્ય આવશ્યકતા છે. કેવળ જીવન વિકાસ માટે જ નહીં પણ આજના વિજ્ઞાન-યુગમાં જીવન રક્ષા માટે પણ આવશ્યક છે. આવી સાધના જેટલી વધે તેટલું જ માનવતાનું કલ્યાણ છે. આવા સાધુ-સાધ્વીની સેવા દિવસે દિવસે સિદ્ધિની તરફ વધે એ જ ઈશ્વરને પ્રાર્થના છે.
–ધીરેન્દ્રભાઈ મમદાર – સર્વોદયી નેતા સંતબાલજી પ્રેરિત સાધુ-સાધ્વી શિબિર અંગે જાણને ઘણું ખુશી થઈ. જે હું આ વખતે મુંબઈમાં હોત તો કેટલું સારું થાત? જેથી શિબિરમાં ભાગ લઈ શકત. અને તે સાધુઓના સસંગની ભૂખતરસ હમેશાં જ રહે છે.
ગુરુદયાલ મલિક (ભૂ.પૂ. અધ્યાપક. શાંતિનિકેતન)
–સાધુ-સાધ્વી શિબિરનું આયોજન થવાનું છે તે જાણી આનંદ થયું છે. આપને આ કાર્યક્રમ ઈશ્વર કૃપાથી સર્વાંશે સફળ થાય એવી પ્રાર્થના છે.
–શંકરલાલ બેંકર, કાર્યકર - મજૂર મહાજન મંડળ આપને શિબિરમાં સફળતા મળે એ જ શુભ કામના.
–પ્રાધ્યાપક પં. દલસુખભાઈ માલવણિયા – અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com