________________
૨૨૭
વિચારકે, કેળવણીકારો અને સામાજિક કાર્યકરે
-સાધુ-સાબી શિબિર થાય છે એ ઘણું સારું છે. એની ખૂબ જરૂર હતી.
-રવિશંકર મહારાજ – ગુજરાતના મહાસેવક –સાધુ-સાધ્વી શિબિર અંગે વાતો થઈ. કામ સારું છે એટલું જ વિકટ છે.
–(સ્વ) મહાત્મા ભગવાન હીન જી. –પરમાત્માની કૃપાથી શિબિરનું કાર્ય આપની શુભેચ્છાનુસાર સફળ થાય એ જ પ્રાર્થના છે.
–શ્રી કેદારનાથજી
–સાધુ-સાધ્વી શિબિરની કલ્પના સારી છે. અનેકાંતમાં અને સમન્વયમાં માનનારાઓ હવે બધા ધર્મને સાધુ-સાધ્વી સંતના પરિચયમાં આવવા લાગ્યા છે એ જ એક મહત્ત્વની પ્રગતિ છે. | મારો અનુભવ છે કે આવા શિબિરોમાં સહજીવનની અસર આપણે માનીએ છીએ તેના કરતાં વધારે ઊંડી થાય છે અને તેથી આ પ્રવૃત્તિને હું હાર્દિકે આવકાર આપું છું અને સંયોજકને અભિનંદન આપુ છું.
. –કાકાસાહેબ કાલેલકર – સાધુ-સાધ્વીઓની દિશા જે આપની પ્રેરણાથી થોડીક બદલાઈ જાય તો લોકોને બહુ મોટે ઉપકાર થશે. સાધુ-સાધ્વીઓ નિસ્પૃહ અને નિરપેક્ષ હોય છે. આવી નિબૃહ અને નિરપેક્ષ વ્યકિત વિશ્વકુટુંબની ભાવનાથી ઓત-પ્રોત થઈ માનવ જીવનની સમસ્યાઓ સમજવા અને ઉકેલવામાં લાગી જાય તે તેમનું સાધુત્વ સાર્થક થશે અને લોકોનું જીવન પણ ઉન્નત થશે,
-દાદા ધર્માધિકારી – સર્વોદય નેતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com