________________
૨૨૫
-દેશના સંરક્ષણની જવાબદારી જેમ તેના લશ્કર ઉપર આધાર રાખે છે તેમ દેશની પ્રજાના નૈતિક ચારિત્ર્યની જવાબદારી, દેશના સાધુ-સંતો ઉપર અવલંબે છે. આપે જે શિબિર યોજનાની વ્યવસ્થા કરી છે તે ઘણી પ્રશંસનીય છે. મુખ્યત્વે જૈન સમાજના મોટા ભાગના સાધુ-સાધ્વીઓ આ યોજનાને વધાવી લેશે એવું મને લાગે છે.
–મનસુખલાલ તારાચંદ, મુંબઈ – શિબિરનું કામ ચાલુ થઈ ગયું છે તે જાણી આનંદ. આપની ઉમેદ જરૂર પાર પડશે તેવી મને પાકી શ્રદ્ધા છે. શિબિરનું કામ ફતમંદ પાર પડે, તેવી પ્રભુ પાસે પ્રાર્થના છે.
-લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી, અમદાવાદ નેતાઓ-આગેવાનોના મંતવ્યો અને સંદેશાઓ
–મને આશા છે કે તમે માટુંગામાં જે આયોજન કરી રહ્યા છો તે નૈતિક અને આધ્યાત્મિક પ્રકાશને ફેલાવવામાં ફાળો આપશે. –ડ. એસ. રાધાકૃષ્ણન દિડી; (ભારતના માજીઉપરાષ્ટ્રપતિ)
–સમાજમાં સંતાનું મહત્વ મોટું છે. તે સંપ્રદાયલની ન રહત કાંતિપ્રિય બને તેથી સમાજને સવિશેષ ઉપયોગી બની શકે એ વિર શક નથી. આપનો સાધુ-સાધ્વી શિબિર યોજનાનો પ્રયાસ જરૂર ઉપકારક બની શકે. આ કંઈક નવું પ્રયાગ છે એટલે એમાંથી અનુભવ પણ મળી રહેશે.
–મેરારજી દેસાઇ (.પૂ. નાણાં-ધાન-ભારત સરકાર)
–સમાજમાં પ્રવર્તતાં ખાટાં મૂલ્યોને રોકી તેને સત્કર્મમાં અને સત્યરા દરવાના કાર્યમાં સાધુસંતો અને સાધ્વીઓ વ્યક્તિગત રીતે તેમજ સામૂહિક રીતે સારે ફાળો આપી શકે તેમ છે. સાધુ-સાબી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com