________________
૨૨૪
–એ ખુશીની વાત છે કે મેડેથી પણ મારા વિચારોની શિબિર જના) એના ઉપર અમલ થઈ રહ્યો છે. તે પણ વધુ પરિસ્કૃત રૂપે. એ વિશેષ સંતોષની વાત છે. હું ઈચ્છીશ કે આ શિબિરની પૂર્વ તૈયારી બહુ જ જોરદાર થાય. કારણ કે આ એક મોટા સાહસનું આયોજન છે. આ આજનથી ભારતના સમાજ જીવનમાં એક નવા ઇતિહાસને ઉદય થશે-ઉદય થવો જોઈએ. નહીંતર વર્ષો સુધી કોઈ નૈતિક ઉત્થાનની વાત કરવાનું સાહસ નહીં કરી શકે અને કરશે તો કોઈ સાંભળશે નહીં.
–લક્ષ્મીચંદ જૈન (ભૂ.પ. સર્વોદય કાર્યકર્તા), અંદર
--શિબિર યોજનાનું ધ્યેય બહુ સારું છે. આ શિબિર માટે ત્યાં પધારવાવાળા પૂજ્ય સાધુ તથા સાધ્વીઓ (પ્રથમ તો) માનવધર્મ શીખીને જનહિતનું આત્મકલ્યાણ કરીને નવજાગૃતિ લાવશે.
–નાનચંદ –અમીચંદ ગાંધી પંઢરપુર,
–સાધુ-સાધ્વી શિબિર વહેલો મોડો આવવો જોઈએ–આવશે. અને તે આદર્શ સમાજ વ્યાપ્ત થવો જોઈએ. અત્યારે દેશને સુખ-શાંતિ, આનંદ કે જેને માટે આપ ભગીરથ પ્રયત્ન કરી રહ્યા છે તે સાપડશે.
–મણુલાલ ઉજમશી, અમદાવાદ, –આ પ્રકારનો શિબિર ભારતમાં પહેલવહેલો જ હોય એમ માનું છું. કારણ કે શિબિરો તો ઘણાં પ્રકારની થાય છે. પ્રાચીન કાળમાં પણ થતી હતી. પરંતુ સર્વધર્મ સમભાવ અને આજના યુગને અનુલક્ષીને ક્રાંતિના આ વિચારને રચનાત્મક કાર્યમાં વાળવા માટે આ પ્રયોગ વાસ્તવિકતા પર મંડાએલો છે. આથી ચોતરફ ફેલાતી જતી બદીઓમાં આપે ક્રાંતિની મશાલ ધરી છે. તે પકડવા માટે હવે લોકોએ જ બહાર પડવું પડશે.
– વાડીલાલ બી. એમાણી નંદરબાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com