________________
૨૨૨
--આપની આ શિબિર જનાની હું હૃદયપૂર્વક સફળતા ઈચ્છું છું. પણ આમાં જૈન સાધુ અને સાધ્વીઓને સહયોગ મળશે. એ મને આશ્ચર્ય જ થશે.
-કસ્તુરમલ બાંઠિયા, લેખક અને વિચારક –આ શિબિર બધામાં ભાવના વધારી માણસનું સાચું મૂલ્ય સ્થાપવામાં સફળ થાય એ જ શુભકામના.
–નંદલાલ પારેખ, ગાંધી સ્મારકનિધિ –નવી દિલ્હી –સાધુ-સાધ્વી શિબિરની યોજના સુંદર છે; સામયિક અને મહત્ત્વપૂર્ણ પણ અહીંથી તે કઈ તેમાં ભાગ લેવા જતું જણાતું નથી. આપનો પ્રયત્ન સરાહનીય છે.
અંગરચંદ નાહટા, લેખક અને વિચારક –બીકાનેર –શિબિરની યોજના ઉપયોગી, મહત્ત્વની અને જરૂરી છે. જુદા જુદા આચાર્યો અને નાયકો તેની ઉપયોગીતા સમજે અને આ કાર્યમાં સહૃદય, સંપૂર્ણ સહકાર આપે તો પરિણામ ઘણું સુંદર આવી શકે. ખાસ કરીને સાંપ્રદાયિકતા છોડીને જે વિશાળ દૃષ્ટિ કેળવે તો જ જુદા જુદા ધર્મોના અને સંપ્રદાયોના યુવાન સાધુઓ તથા સાધ્વીઓ વિશાળ દૃષ્ટિ કેળવીને જગતનું ઘણું કલ્યાણ કરી શકે.
–પી. એચ. ગાંધી –શાંતાક્રુઝ (મુંબઈ) સાધુ-સાધ્વી શિબિર અંગેની પુસ્તિકા મળી. અત્યારે જ્યારે સાધુસાધ્વીના ખાસ કરીને, આચારમાં જબરદસ્ત શિથિલતા આવી છે ત્યારે તેને દૂર કરી સમાજને ઉત્કર્ષ સાધવામાં આવી પ્રવૃત્તિ ભવ્ય ફાળો આપશે. પૂ. શ્રી. સંતબાલજી સમાજ ઉત્કર્ષની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેમાં આ પ્રવૃત્તિ ખૂબ જ ચડિયાતી છે. તે શરૂ કરવા બદલ તેમને વંદન સાથે ધન્યવાદ. –ભાઈલાલ મગનલાલ વકીલ. (મોટા સ્થા. જૈન
સંઘના આગેવાન) લીંબડી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com