________________
૨૦૬ ૧૨, શ્રીમતી સવિતાબહેન પારેખ
સૌરાષ્ટ્રના સ્થા. જૈન પરંપરામાં ઉછરેલાં, રચનાત્મક કાર્યપ્રેમી તેજસ્વી બહેન છે. એમના પતિશ્રી નંદલાલભાઈએ વર્ષો પહેલાં પૂ. મહારાજશ્રીના ભાલ નળકાંઠાની પ્રવૃતિમાં સ્વૈચ્છિક અનાજ ભાવનિયમન વખતે જમ્બર કામ કરેલું. હાલમાં તેઓ ગાંધી સ્મારક નિધિમાં છે; ' અને સવિતાબહેન દિલ્હીમાં સ્થપાયેલ માતૃસમાજમાં રસ લે છે. પાંચેક વર્ષ પહેલાં પતિપત્નીએ આજીવન બ્રહ્મચર્ય-પ્રતિજ્ઞા લીધેલ. ધર્મની સાથે વ્યવહારને સક્રિય રીતે મેળ પાડવા, તેમ જ ધર્મ આજના સમાજજીવનમાં વ્યાપ્ત કેમ બને, એ જિજ્ઞાસા અને તાલીમ લેવાની દષ્ટિએ સાધુસાધ્વી શિબિરમાં જોડાયેલાં. શિબિરમાં રસોડાનાં ગૃહમાતા તરીકે મીરાંબહેનની સાથેસાથ સેવાનું કામ ઉપાડયું અને સારી પેઠે બજાવ્યું. સરનામું :-C/ નંદલાલ અમુલખરાય પારેખ, ગાંધીસ્મારક
નિધિ કાર્યાલય, રાજઘાટ, નઈ દિલ્હી-૧. ૧૩. શ્રી. ચંચચબહેન ભટ્ટ .
બાવળાના વતની, બ્રાહ્મણ કુળે જન્મેલાં ભક્તિપરાયણ, તેજસ્વી વયોવૃદ્ધ બહેન છે. વર્ષો સુધી અમદાવાદમાં, શિક્ષણ સંસ્થામાં હેડમિસ્ટ્રેસ તરીકે કામ કરેલું. હવે નિવૃત્ત થયાં છે. પૂ. મહારાજશ્રીની વિચારધારા પ્રત્યે આકર્ષણ હેઈ શિબિરમાં જોડાયેલાં. સરનામું :-ચંચળબહેન મેહનલાલ ભટ્ટ, ઠે. પિસ્ટ ઓફિસ પાસે,
મુ. પિ. બાવળા, તાલુકા ધોળકા, જી. અમદાવાદ
(ગુજરાત રાજ્ય). ૧૪. શ્રી. હારમણિબહેન
શ્રી. દુલેરાય માટલિયાનાં પત્ની છે. ગામડામાં બાલમંદિર ચલાવે છે. પૂ. મહારાજશ્રીની પ્રવૃત્તિમાં રસ હોઈ શિબિરમાં દાખલ થયેલાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com