________________
૨૦૫
હતા. વિશેષ ઊંડાણ જાણવા ઈચ્છતા. તેથી સાધુસાધ્વી શિબિરમાં જોડાયા. પોતે સાત્વિક પ્રકૃતિના, સંતોષી માણસ છે. સંયમની દિશામાં પિતાનું જીવન આગળ ધપાવવા પુરુષાર્થ કરે છે. સરનામું :–ડે. મણિલાલ ચુનીલાલ શાહ, C/o. આરોગ્ય પ્રચાર
કેન્દ્ર. મુ. કંકુવાસણ, પ. નસવાડી વાયા ડભાઈ
જિ. વડોદરા, (W. I. Rly.). ૧૦. વાસુદેવ બ્રહ્મચારી
જન્મવતન કાશી જિલાન્તર્ગત મું. બિનાથીપુર અને થાન છે. સ્વામી શ્રી. અવ્યકતાનંદજી સરસ્વતી પાસે વારાણસીમાં બ્રહ્મચર્યદીક્ષા લીધેલ અને જ્યાં-ત્યાં ભ્રમણ કરીને રામાયણ, ગીતા, પુરાણ વગેરેનું વાંચન-પ્રચાર કરે છે. સાધુસાધ્વી શિબિર અંગે પત્રોમાં લેખ વાંચીને આકર્ષણ થયું અને આવ્યા. સરનામું –બી. વાસુદેવ બ્રહ્મચારી મુ. બિનાથીપુર, પિ. અને થાના '
ચેપુર સ્ટેશન કાદીપુર, જી. કાશી ( યૂ.પી.) ૧૧. અમૃતલાલભાઈ દડિયા
મૂળ જામનગરના. વર્ષોથી સહકુટુંબ ઘાટકોપર (મુંબઈ) રહે છે. છે. અારાજશ્રીનું ચોમાસું જ્યારે ઘાટકોપર થયું, ત્યાથી દડિયા વિશેષ સંપર્કમાં આવતા ગયા; અને આ વિચારધારાને સારી પેઠે પચાવી છે. પિતે કાપડને વેપાર કરતા હતા, હવે દીકરાઓને કામ સોંપી પોતે નિવૃનજીવન ગાળે છે. સાધુ સાધ્વીઓને સમાગમ કરીને આ વિચારધારા તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ઘાટકોપરમાં જ્યારથી માતૃસમાજ સ્થપ, ત્યારથી એમનાં પત્ની બહેન શ્રી. છબલબહેને લલિતાબહેનની સાથે જ પિતાનું જીવન માસમાજ દ્વારા બહનેની સેવાના કાર્યમાં લગાડી દીધું છે. દડિયાછે આ વિચારધારાની વિશેષ તાલીમ લેવાના હેતુથી શિબિરમાં જોડાયા. શાંતિ પ્રકૃતિના વયોવૃદ્ધ અને સમજદાર છે. , સરનામું :-અમૃતલાલ મોતીચંદ દડિયા, C/૦. અમૃતનિવાસ,
કામાગલી, ઘાટકોપર (મુંબઈ-૭૭) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com