________________
૧૯
વ્યાખ્યાન શિબિરને લગતાં રાખવામાં આવ્યાં હતાં. આટલો બધો અથાગ પરિશ્રમ અને પુરૂષાર્થ પછી પ્રારંભમાં શેક સાધુ-સાધ્વી સંન્યાસી અને પંદરેક ભાઈઓ ભાગ લેશે એમ લાગેલું. પણ શિબિરને પ્રારંભ થયે ત્યારે સાધુ-સાધ્વીઓમાં ઘણુ ખસી જતાં કુલ સાધુ-સંન્યાસી ૪ અને સાધક ભાઈ-બહેને ૧૧ જ આવી શક્યા. સાધક ભાઈ-બહેનમાં અમૂકે પાછળથી દાખલ થવા માટે કહ્યું પણ આજનમાંના નિયમ અંગે ચોકસાઈના પાલનનું પિતાનું મહત્વ હેઈને તેમને ન લીધેલા.
ઘણા ઓછા સાધુ-સાધ્વીઓએ ભાગ લીધે તેનાં કારણે માં તેમને આક્રાંતિનાં પરિણામ ભોગવવાં પડશે તેને ડર હતા. તેમાંથી કેટલાકે તો નિમ્ન પ્રકારે તે ભયને વ્યક્ત પણ કરેલો –
(૧) પાંચ વર્ષ અમને ભાલનળકાંઠા પ્રયોગના ભાઈ-બહેનો ચાતુર્માસ કરવામાં સહાયક બને !
(૨) આવા ક્રાંતિપ્રિય સાધુ-સાધ્વીઓ માટે ઉતરવાના સ્થાનની કે અન્ય સગવડાની વ્યવસ્થા ઊભી કરવામાં આવે.
(૩) શિબિરમાં ભાગ લીધા પછી પ્રતિષ્ઠા અને સમાજની સદભાવના ગુમાવવી પડે પછી શું ? (૪) ગુરુ મહારાજ પાસેથી રજા લઈ .!
–આમ તેમની ઢીલાશ સ્પષ્ટ જણાતી હતી. જ્યારે શિબિર તે ક્રાંતિકારી પગલું હેઇને તેમાં પ્રાણ-પ્રતિષ્ઠા અને પરિગ્રહની શહીદીની તૈયારી જોઈતી હતી અને તે માટે પ્રબળ આત્મવિશ્વાસ જરૂર હતો. તેના વગર એ ટકી ન શકે એમ લાગતાં જેઓ ખસી જાય તેના કરતાં ભાગ ન લે, એ ગ્ય ગણવામાં આવ્યું.
તે ક્યાં જે સાધુ-સંન્યાસી અને સાધક-સાધિકાએ મરજીથી ચાર ચાર માસ રહીને લાભ લેવાનું નક્કી કર્યું તે ખરેખર તેમના આત્મબળને પરિચય આપનારું હતું.
આવા શિબિરાર્થીઓને પરિચય હવે પછી આપો છોગ્ય સ્થાને જ ગણો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com