________________
૧૮૨
ન થવાથી જ સર્વધર્મમાન્ય જાહેર કાર્યક્રમોને એક વ્યાસ પીઠથી લ શકાતા નથી અને વિશ્વકુટુંબિતા સિદ્ધ થતી નથી.
(૮) સાધુસંન્યાસી-સાધ્વીઓ દીક્ષા લેતી વખતે પિતાનાં ઘરબાર કે સગાંવહાલાંને છોડી દે છે, પણ ત્યાર પછી મોટાભાગના સાધુવર્ગને સામ્પ્રદાય, ધર્મસ્થાન, ઉપાશ્રય, મઠ-મંદિર, ક્ષેત્ર, પદ, બેટી પ્રતિષ્ઠા વગેરેને મોહ એટલો બધે વળગી જાય છે કે તેઓ સિદ્ધાંતભંગને જાણતાં હોવા છતાં એ મેહને છેડવામાં અચકાય છે. એવી જ રીતે ધર્મ-સંપ્રદાયના અમુક દંભવર્ધક, વિકાસઘાતક, યુગબાહ્ય અને સિદ્ધાંતબાધક રૂઢ નિયમોપનિયમો કે પરંપરાઓમાં સુધારો વધારો કરવામાં તેમને એવી વ્હીક લાગતી હોય છે કે અમુક નિયમોપનિયમોમાં ક્રાંતિ કરવાથી મારે સંપ્રદાય કે પંથ મને છોડી દેશે તે મારા શા હાલ થશે ? કયાં મને ભિક્ષા મળશે? ક્યાં રહેવાને સ્થાન મળશે? આવી બધી ચિંતા શરીરમેહ કે સંપ્રદાયમહને લીધે થાય છે. જ્યારે સાધુ વિશ્વકુટુંબી બની ગયો છે, ત્યારે તેના ભરણપિષણની ચિંતા સમાજને થવી જોઈએ, તેને પિતાને શા માટે થવી જોઈએ? પરિગ્રહ, પ્રતિષ્ઠા અને પ્રાણની મમતા છોડનાર સાધુ વર્ગ જ્યારે ક્યાંય અન્યાય-અત્યાચાર થઈ રહ્યા હોય, મારા મારી કે હુલ્લડ થતાં હોય ત્યાં નિર્ભયતાપૂર્વક હસતે મેઢે પ્રાણની બાજી લગાડીને પણ સત્ય-પ્રેમ-ન્યાયની પ્રતિષ્ઠા વધારવા અને શાંતિને પ્રચાર કરવાના મહાન કાર્યથી અચકાતો હેય, ધર્મક્રાંતિ કરવામાં ભયભીત થતું હોય, પ્રતિષ્ઠાની ચિંતા કરતો હોય, સાધનની ચિંતા કરતે હોય, ત્યારે સમજવું કે તેની સાધુતા જોખમમાં છે. આવી ભયવૃત્તિને લીધે જ મોટા મોટા ધર્મગુરુઓ વ્યાપક દૃષ્ટિથી કાર્ય કરવામાં અસફળ રહે છે.
(૪) એક સાધુ એક વાત કરે, બીજા સાધુ પેલાથી તદ્દન વિરુદ્ધ વાત કરે. આમ જુદી જુદી અને પરસ્પર વિરોધી પ્રરૂપણા
(નિરૂપણ)ને લીધે સમાજની કશી નોંધપાત્ર પ્રગતિ થવા પામતી નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com