________________
૧૭૭
અસફળતાનાં કારણે :
આ અને એવાં બીજા ક્તાને અમલમાં લાવવાની સાધુસાધ્વીસંન્યાસીઓની જવાબદારી એટલા માટે છે કે તેઓ હવે માત્ર એક કુટુંબ, એક જ્ઞાતિ, એક રાષ્ટ્ર કે એક ધર્મ-સંપ્રદાયના જ નથી રહ્યા, બલકે સમગ્ર વિશ્વના કુટુંબી બન્યા છે, આત્મીય છે. મા-બાપ છે. તેમણે મનુષ્ય માત્રની જ નહિ બલકે સમસ્ત પશુઓ, પક્ષીઓ, તેમજ બીજાં બધાં પ્રાણુઓની આત્મરક્ષાની પ્રતિજ્ઞા લીધી છે. ભ. મહાવીર, ભ. બુદ્ધ, ભ. રામ અને ભ. શ્રીકૃષ્ણએ ચારે ભારતીય ધર્મસંસ્થાપકોએ પિતાની આ જવાબદારી નિભાવી છે, પિતાના અનુગામીઓને આ જવાબદારી પાળવાની વાત કરી છે; અને ધર્મદ્રષ્ટિએ સમાજરચનાની પરંપરા ચિરકાળ સુધી અવિચ્છિન્ન ચાલતી રહે, તે માટે સાધુસાધ્વીઓ અને ચાતુર્વય ગૃહસ્થ સ્ત્રીપુરુષોને સંઘ, (તીર્થ કે સમાજ) રો છે. પરંતુ કમનસીબે આજે લાખોની સંખ્યામાં ભારતમાં સાધુ-સંન્યાસીસાધ્વીએ હેવા છતાં આ કાર્ય સ્થગિત જેવું થઈ રહ્યું છે. આમાં હજારોની સંખ્યામાં સાચા સાધુ-સંન્યાસી-સાધ્વીઓ પણ હશે, તેમ છતાં તેમના વડે પ્રત્યક્ષ અને જીવંત રીતે સમાજ, રાષ્ટ્ર કે વિશ્વની ખાસ ઉન્નતિ, પ્રગતિ કે કલ્યાણવૃદ્ધિ થતી જોવામાં નથી આવતી. રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે બાપ્ત હિંસા અને અન્યાયને દૂર કરવા માટે કેઈ નક્કર પ્રયત્ન થતું નથી. વિશ્વની સમસ્યાઓ ઘણું ગૂંચવાયેલી છે. અસફળતાનાં મુખ્ય કારણે આ છે –
(1) ભલભલાં સાધુસાધ્વીઓની દષ્ટિ વ્યાપક અને સર્વાગી નથી. માનવ જીવનના દરેક ક્ષેત્રે નીતિ અને ધર્મની પ્રેરણુ શી રીતે આપવી જોઈએ? બધાં ક્ષેત્રમાં ધર્મને સર્વોપરિ શી રીતે રાખી શકાય? વિશ્વપ્રશ્નોને ધર્મદષ્ટિએ શી રીતે ઉકેલી શકાય? વિશ્વના ઘટનાચક્રમાં ધન રગ કેવી રીતે પૂરી શકાય ? બધા ધર્મોને સમન્વય શી રીતે સાધી શકાય? વગેરે બાબતોમાં સાર્વભૌમ વ્યાપકતા, ઊંડાણ, વિશ્વવિશાળ
૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com