________________
૧૭૬
કલહપૂર્ણ, સુખશાનિ રહિત અને અસંતુષ્ટ બની રહ્યું હોય ત્યાં આત્મીયતાની સાથે માર્ગદર્શનની જરૂર છે; તે આપવું જોઈએ.
(૧૩) પ્રજા શારીરિક-માનસિક દષ્ટિએ સ્વસ્થ રહી શકે, સ્વચ્છતાપૂર્વક રહી શકે, તે માટે માર્ગદર્શનની જરૂર છે, તે આપવું જોઈએ.
(૧૪) સમાજમાં દરેક ધંધા, વ્યવસાય કે કાર્યની પાછળ સેવા, ભક્તિ અને કર્તવ્યની ભાવના રહે, એ વાત શીખવવી છે, તે માટે પરસ્પરને સહકાર વધારવો જોઈએ.
(૧૫) માનસિક ખેદ, રોગ, શોક, દુઃખ, આફત વગેરેમાં સમાજના લોકો એ સક્રિય સહાનુભૂતિ અને સહાય આપવાની અને એવા દુઃખજનક પ્રસંગમાં સાધુ વર્ગે સાંત્વના આપવાની તેમજ કર્મવેગ અને અનાસક્તિનો પાઠ શીખવવાની જરૂર છે; તે શીખવવો જોઈએ.
(૧૬) માનવ સમાજનાં બધાં ક્ષેત્રે ધર્મમય રહે, આધ્યાત્મિકતા સમાજજીવનમાં સક્રિય રીતે અમલી બને તે માટે પુરુષાર્થ કરવાની જરૂર છે, તે કરવો જોઈએ.
(૧૭) ગાંધીજીના આશીર્વાદથી સ્થપાયેલી ઈન્ટક જેવી મજૂર સંસ્થાને ટકાવી વધુ કાર્યક્ષમ કસ્વાની જરૂર છે. તે માટે સક્રિય કાર્ય કરવું જોઈએ.
આ પ્રમાણે સામાજિક, આર્થિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક, નૈતિક, આધ્યાત્મિક વગેરે દરેક ક્ષેત્રે પ્રજાને ધર્મદષ્ટિએ માર્ગદર્શન અને પ્રેરણા આપવી, અનાસકત નિઃસ્પૃહ અને નિલેપ રહીને નિરવઘ સેવા કરવી વગેરે સાધુસાધ્વી-સંન્યાસીઓનાં મુખ્ય કર્તવ્યો છે, જે તેમના જીવન વિકાસમાં સહાયક છે અને તેમની સાધુતાની મર્યાદામાં કોઈપણ પ્રકારે બાધ પહોંચાડનાર નથી જ; તેમજ તે સ્વાર કલ્યાણના ધ્યેયને મૂર્તિમંત બનાવવા માટે અનિવાર્યપણે ઉપયોગી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com