________________
[૧] સકિય સાધુસમાજ શું કરી શકે ?
“ત્રેવીસ વીસ વરસના અંગત અને સામુદાયિક સાધનાના અનેક અનુભવો પછી સાધુ-સાધ્વી શિબિર અનિવાર્ય લાગે કારણ કે ભારત પાસે જગતમાં અજોડ કહી શકાય એવી કોઈ પણ દેલત હેય તો એ તેની સમાજ રચના છે. જેને કોઈ પણ મુખ્ય સ્તંભ હેય તે ભારતની સાધુ–સંસ્થા છે.” - ભાલ નળકાંઠો પ્રયોગ અન્વયે શહેરમાં વિશ્વ વાત્સલ્ય પ્રાયોગિક સંઘના પ્રેરક મુનિશ્રી સંતબાલજીએ સાધુ-સાધ્વી-શિબિરની અનિવાર્યતા ઘણું કારણસર અનુભવી અને તેમણે ૧૮૬૧ માં માટુંગા ખાતે તેમની જે કલ્પના હતી તે પ્રમાણે એક સાધુ-શિબિરનું આયોજન કર્યું. અહીં એ અંગે, તે સંબંધી જે કાર્યવાહી થઈ. તે કઈ રીતે ચાલે; તેમજ તેની સફળતા, નિષ્ફળતા કે ત્યારબાદનાં પરિણામની ટૂંકી નોધ સાથે તેનું મૂલ્યાંકન આંકવાનું છે. આ સાધુ-સાધ્વી-શિબિરનું એક બીજું મહત્વ તેનું દસ્તાવેજી મૂલ્ય છે; જે થઈ ગયું; તેમાં શું શું કમી હતી, શું શું વિશેષતા હતી અને ભવિષ્યમાં એવું કેઈ આયેાજન વિચારવામાં આવે તે તેમાં શું થવું જોઈએ ? તેને ખ્યાલ આપતું કોઈ પુસ્તક હોય તે તે વધારે ઉપયોગી થઈ શકશે એ દષ્ટએ હવે પછીનાં પૃષ્ઠ ઉપર શિબિર અંગે પ્રારંભથી અંત સુધીની ઉપયોગી માહિતી આપવામાં આવશે.
વિચારના પ્રેરક તરીકે મુનિશ્રી સંતબાલજીને હમેશાં આવો વિચાર બૃહદ્ બને તેવી હાર્દિક ઇરછા રહેલી છે. એ જ પ્રયોગ કોઈ અન્ય કરે છે તેમાં તેમના આશિષ સાથે સક્રિય શક્ય સહયોગ કે માર્ગદર્શન પણ તેઓ આપી શકે ! તેમજ તેમણે જાતે શું અનુભવ્યું અને શિબિરનું પૃથક આયોજન કેમ કરી શકાય તે અંગેને લગભગ સંપૂર્ણ ખ્યાલ આમાં આપવાના પ્રયાસ થયો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com