________________
૧૬૦
તેમાંથી સારી વસ્તુઓની સ્મૃતિ રાખવી અને ખરાબની છોડી દેવી; એ પ્રક્રિયા ચાલુ જ રહેવી જોઈએ. આ શિબિરમાં પણ વાતે થઈ છે. * તેમાંથી સારી વાત યાદ રાખવાની છે તેને સાર લઈને આત્મવિકાસ સાધવાને છે. જુના વખતમાં ગુરુકુળમાંથી સ્નાતકને વિદાય આપતી વખતે ગુરૂદીક્ષાના પ્રસંગે એમ જ કહેતા
" यान्यस्माकं सुचरितानि तान्येव त्वयोपास्यानि नेतराणि."
જે અમારા શ્રેષ્ઠ આચરણે છે તે જ તારે માટે ઉપાસનીય છે, બીજા–જે અમારા દેશે કે ખામીઓ છે, તે તારે માટે ઉપાસનીય નથી.
એવી રીતે શિબિરમાં જે સારી વાત થઈ છે, તે જ તમારે યાદ રાખવાની છે, બાકીની નઠારી વસ્તુ ભૂલી જવાની છે. શિબિરમાં ચર્ચાયેલ વિયારે ઉપર સ્મૃતિને સહારે લઈને તેને ઉકેલ શોધ પડશે.
અંતે આત્મસ્મૃતિ કાયમ રાખવા માટે સ્મરણીય વસ્તુઓને યાદ રાખવી અને વિસ્મરણીયને ભુલાવી દેવી જોઈએ, જેથી નાકામે કચરો મન ઉપર જામતા હોય તેને કાઢવાનું ધ્યાન રાખવું જોઇશે. માટે એ સ્પષ્ટ જણાવી દેવું જોઇએ કે તે જ આપણે ક્રમશઃ અન્નમય, પ્રાણમય, મનોમય કોષની ભૂમિકામાંથી ઉચે ચડી વિજ્ઞાનમય કોષમાં જઈ, આનંદમય કેષમાં સ્થિર થઈશું અને સ્વપર કલ્યાણને પુરુષાર્થ કરી અખંડ આત્મસ્મૃતિને લહાવો લઈ શકશું.
સ્મૃતિ-વિકાસની એજ ચરમ સિદ્ધિ છે.
* જે માટુંગા ખાતેની સાધુ-સાધ્વી શિબિરમાં પ્રવચને રૂપે જ થયેલ છે. સંપાદક.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com