________________
૧૫૮
નચિકેતાએ કહ્યું: “મને કંઈ પણ સાંસારિક સુખ-સગવડ જોઈતી નથી. આપ પ્રસન્ન થયા છે તે મને ત્રણ વસ્તુઓ જોઈએ છે. એક તો મારા બાપને ક્રોધ શાંત થાય ! બીજુ મને વરુણ દેવનાં દર્શન થાય; અને ત્રીજું એ કે મને એ જણાવે કે મૃત્યુ પછી શું થાય છે?
યમરાજાએ તેને સુખ-સગવડ કે રાજપાટ માંગવા માટે ઘણું મનાવ્યો પણ તે એકનો બે ન થયા. અંતે યમરાજાએ તેને ત્રણ વરદાનમાંથી બે તેની ઈચ્છા પ્રમાણે આપ્યાં. ત્રીજાં વરદાનમાં તેમણે તેનું સમાધાન કર્યું કે “ આત્માનું કદિ મૃત્યુ થતું નથી ! ”
કાલિદાસે કહ્યું છે કેमरणं प्रकृतिः शरीरिणां
–શરીરધારીઓનું મરણ એ પ્રકૃતિ છે. શરીને નાશ થવો સ્વાભાવિક છે. શરીરનું ટકવું, રૂપાંતર પામવું; નાનપણથી યુવાનીમાં અને યુવાનીમાંથી ઘડપણમાં આવવું અને તેનો નાશ થવે એ બધી શરીરના વિકારોની પ્રક્રિયા છે. પણ ખરી રીતે તે આત્મા એ અમર છે. મરણ તેની પ્રકૃતિ નથી કે વિકૃતિ પણ નથી.
નચિકેતાની રૂપકકથા બહુ સમજવા જેવી છે. તેણે આત્મસ્મૃતિ ટકાવી રાખવા અને સગાવહાલાં સાથે રહેવા છતાં અનાસક્તિ અને નિર્લેપતા જાળવવા માટે પ્રયત્ન કર્યો. તેણે પોતાના પિતા પ્રતિ પણ પિતાની ફરજ બજાવી. તેણે પિતાને તજ્યા નહીં કે તેમના વિકારોમાં તે જાતે લેપાયે નહીં. આ છે બાય સંબંધ રાખવા છતાં આત્મસંબધી સતત સ્મૃતિ રાખવાને પ્રયત્ન. - અર્જુનને ભગવાન શ્રીકૃષ્ણના ઉપદેશ પછી આવી સાચી આત્મસ્મૃતિ થઈ હતી. તે કહે છે કે –
नष्टोमोहः स्मृतिर्लग्धा करिष्ये वचनं तव Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com