________________
૧૫૨
હોય તે પણ એમાં કંઈક સવગુણ પડેલે હેય છે–ચેતનાનું તત્વ રહેલું હોય છે. તે તરફ રચિ થાય છે તે અંધારાને જોઈ શકે અને પોતાનું ભાન કરી શકે. આમ–ભાનનો પ્રકાશ થવાથી અંધારું સાવ દૂર થઈ શકે છે. પણ આ ભૂમિકા વિજ્ઞાનમય કોષની હોય છે.
ત્યારે, આનંદમય કોષમાં તો તેને ચેતનાની સતત સ્મૃતિ કાયમ રહે છે. તેને આત્મજ્ઞાનની, આત્મગુણોની અને આત્મસ્વરૂપની અખંડ
સ્મૃતિ રહે છે. તેથી આ ચેતનરૂ૫ આત્મા આનંદ-ઉલ્લાસ અને આત્મમસ્તીમાં રહે છે. તે પરભાવથી દબાતું નથી, પરભાવ એને પરતંત્ર પણ કરી શકતો નથી. પ્રકૃતિ તેને ઘેરી શકતી નથી. તે સ્વતંત્ર નિજાનંદમાં મસ્ત રહે તેવી સ્થિતિ આનંદમય કોષની હોય છે.
“હું કેણ છું?”ની ઝાંખી અને સ્પષ્ટદન :
એવી દશામાં તેને ભાન થાય છે હું કેણ છું? અને તેનું દર્શન પષ્ટ બનતાં તે કહી ઊઠે છે “ સો ” તેથી જ જગદ્ગુંરુ શંકરાચાર્ય કહે છે તેમ –
कोऽहम् कथमिदं जातं, को वै कर्ताऽस्य विद्यते । उपादानं किमस्तीह विचारः सोऽपमिदृशः ॥
એટલે કે હું કોણ છું? કયાંથી આ શરીર થયું? એ શરીરને કર્તા કોણ? અહીં તેનું ઉપાદાન શું? એ આભસ્મૃતિને પિષક વિચાર જ માણસને થતો હોય છે.
શ્રીમદરાજચંદ્રજીએ સ્મૃતિને વિકાસ શતાવધાની રૂપે કરીને આ જ વિચાર કર્યો હતો. તેમણે કહ્યું –
હું કેણુ છું ? કયાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કેના સંબંધે વળગણા છે? રાખું કે એ પરિહરું?
સૌથી પહેલાં એ વિચાર આવે છે કે હું કોણ છું? પ્રાર્થના ભૂમિકાવાળે કેવળ શરીર સુધી વિચાર કરતો હેઈને તે હું આ નામનો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com