________________
૧૪૯
તે ખેરાક કઇ રીતે મેળવેલ છે? પ્રમાણિક સાધનોથી કે અપ્રમાણિક સાધનોથી? કારણકે જીવ એ વખતે અન્નમય કોષની ભૂમિકામાં હેય છે. તે કેવળ સ્થૂળ ઉપર છેલ્લે-વિચાર કરતો હોય છે. અન્નમય કેની ભૂમિકામાં માણસ ટેવને આધીન હેય છે. તેને યાદ રાખવું છે, એમ નહી લાગે કદાચ યાદી આવે તે પણ ઉપલા થરની.
આવી સ્મૃતિ મનુષ્યો સિવાય પશુઓ અને સામાન્ય જીવોને પણ હેય છે. એકેંદ્રિય છો વનસ્પતિ પણ આજ ભૂમિકામાં શરીરને વિકાસ કરતા હોય છે. અહીં કેવળ શરીર છે તેને પોષવા માટે આહાર જોઈએ. તે ગમે તેમ મેળવે એટલી સ્મૃતિ રહે છે અને તે પ્રમાણે છ આહાર મેળવે છે તે અંગે તે હિંસક પણ બની શકે છે. જેમકે હિંસક પશુઓ વનસ્પતિઓ સુદ્ધાં અન્ય જીવોનું ભક્ષણ કરે છે. માણસ પણ હિંસક-અહિંસક સાધન વાપરે છે. એટલે અન્નમયકોષની ભૂમિકામાં
સ્મૃતિ શરીર સંબંધી યાદી રૂપે રહે છે. આ ભૂમિકામાં રહેલ જીવને કહેવું પડતું નથી કે ભૂખ લાગી છે, માટે ખાવા ચાલો. તેથી જ કહેવત પડી છે કે “બીજું બધું ભૂલી જાઓ છે, પણ ખાવાનું કેમ ભૂલતા નથી!”
પ્રાણમય કેની ભૂમિકા : શરીર પછી શરીરથી સંબંધિત આજબાજની વસ્તુઓ અને વસતિની યાદી આ ભૂમિકામાં આવે છે. તેથી તેમાં જાતીય ભાવના જાગે છે. તે વિચારે છે કે મારું કુટુંબ હેય ને સારૂં! આ ભૂમિકાવાળે માણસ પુર્વેષણ, વિતષણ અને લોકેષણામાં રાચતે હેય છે. તે પુત્ર, પૈસા અને પ્રતિષ્ઠામાં રાચે છે.
સામાન્ય રીતે જાતીય આવેગેની રમૃતિ એમાં રહે છે. તેથી ડગલે ને પગલે તે વિકાર વાસનાને વશ બને છે અને જાતીય સંબંધ બાંધવા પ્રેરાય છે; વ્યભિચાર કરવા પણ પ્રેરાય છે અને તેને લગતા ગુન્ડાઓ બાળાત્કાર વગેરે પણ કરી નાખે છે. લગ્ન જીવન પણ આ ભૂમિકામાં
આવે છે. તેથી કરીને પોતે ખાઈ લીધાની સાથે તેને એ સ્મૃતિ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com