________________
૧૩૪
શરીર ગૌણ બને તેમજ ચેતન મુખ્ય થાય. ચેતન મુખ્ય થાય ત્યારે આખા વિશ્વ ઉપર તેને પ્રભાવ પડે. સતી રાણકદેવીમાં ચેતનાનું સતુ. એટલું ચઢી ગયું કે તેને આદેશ ગિરનાર પર્વત પણ માને પડ્યો.
કહેવાય છે કે રાણકદેવી, રાખેગારના દેહ પડ્યા પછી ગિરનારને કહે છે –
“ઉંચે ગઢ ગિરનાર, વાદળથી વાતું કરે. પડતાં રાખેગાર તું ખરડીને ખાગે કેમ નવ થયે. •
મતલબ કે તે કહે છે કે “રા' પડ્યું અને તું હજુ ઉભો છે તને શરમ આવતી નથી?” આમ કહેતાંની સાથે ગિરનાર પર્વતની શિલાઓ ધડધડ કરતી પડવા માંડે છે. પણ રાણકદેવીને તરત વિચાર આવે છે કે એને શું દોષ ? અહીંના રહેવાસીઓને શો વાંક ? તેમને આના પડવાથી ઘણું નુકશાન થશે. એટલે તે ફરી કહે છે :–
મા પડ મા પડ મારા વીર........!
નોંધારાનો આધાર, ચેસલાં કેણ ચડાવશે!”
છેવટે તે તે નારી છે. તેનામાં માતાનું હૃદય રહેલું છે. એટલે દયા આવી જાય છે; ખરી રીતે તે તેને વાત્સલ્યરસ ભરવા માટે વિશ્વપાત્ર નાનકડું બની જવું જોઈએ. જેમ એક માતા ગમે તેટલાં અને ગમે તેવાં પિતાનાં ગંદા, કાણ, ખેડાં અને અજ્ઞાન બાળકને સાચવે છે; વાત્સલ્ય છોડતી નથી. તેમ તેણે વિશ્વની માતા બનીને આખા જગત પ્રતિ પ્રેમ પાથરવો જોઈએ. - રાણકદેવી રાખેંગારને પિતે યાદ કરે છે. નારીને પિતાનાં શીલ અને સત્યમાં એકાગ્ર થવા માટે પતિનું સ્મરણ કરવાનું કહ્યું છે. છેલ્લી ઘડી સુધી પતિને પ્રભુ માનીને તેની સ્મૃતિ રાખવી એ પતિવ્રત–ધર્મ કહેવાય છે. પણ પતિમાં પ્રભુતા ન હોય તો માત્ર તેના શરીરની જ
સ્મૃતિ રાખવી, એ બરાબર નથી. ખરી રીતે પતિના ચેતનને વિશ્વ ચેતનમાં એટલે કે પ્રભુમાં મળવા માટેના પ્રયત્નોની સ્મૃતિ રહેવી જોઈએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com