________________
૧૩૩
સ્કૃતિને ઉપયોગ પોતાના આત્મા સાથે વિશ્વાત્માઓનો સંબંધ શોધવા અને યાદ રાખવામાં કર્યો. જ્યારે તેઓ હિમાલયના ઘોર જંગલોમાં આત્માનની મસ્તીમાં ફરતા હતા ત્યારે તેમને જંગલના હિંસક પશુઓવાઘ, વરૂ, સિંહ વગેરેને ભય લાગતો ન હતો. ઉપનિષદની ભાષામાં કહીએ તે –
तत्र को मोह : क : शोक एकत्वमनु पश्यत :
–જે આખા જગતને એકત્વની દષ્ટિએ જુએ છે-સંભારે છે તેને કોઈ મેહ કે કોઈ શક હોઈ શકે ખરો ! એમ જ સ્વામી રામતીર્થનું થયું.
રામતીર્થ એકવાર જતા હતા ત્યારે રસ્તામાં, પર્વતમાં બરફની ખીણે આડી આવી ગઈ. તેને જોઈને તેમણે આજ્ઞા કરી : “એ હિમાલયની બરફની ખીણે અને ટોચ તમે મને રસ્તો આપી દે! તમારે માલિક તમને ફરમાન કરે છે !”
કહેવાય છે કે એમ કહેતાં જ રસ્તે થઈ ગયો. કેટલી આત્મીયતા હશે એમની ! તેઓ પિતાને વિશ્વને શહેનશાહ કહેતા હતા. આને આંતરિક અવધાન પ્રયોગની સિદ્ધિ રૂપે માની શકાય.
આ આખા વિશ્વની અંદર એક અનોખી સામ્યતા પ્રવર્તે છે. દરેમાં ચેતનને એક ફુવારો ઊડયા જ કરે છે. માત્ર અવ્યકત જગત પ્રત્યે એકાગ્રતા કેળવવી એવી શકિત સાંપડે છે. જ્યારે હું કોણ છું?” એ અગે, “હું નથી માણસ, નથી જાતિ, હું તો ચેતન છું” અને ચેતનને ખરે વિચાર આવે એટલે વિશ્વ–ચેતન પ્રત્યે આત્મીયતા સધાઈ જાય. એટલે કે વિશ્વ વાત્સલ્યની વાત સમજાઈ જાય. પરિસ્થિતિ પરિવર્તન પણ ત્યારે જ કરી શકાય; જ્યારે એ ભાવ થાય કે આ આખું વિશ્વ મારૂં છે.
એવી જ રીતે રાણકદેવીને પ્રસંગ છે. તે રા'ખેંગાર પાછળ સતી થવા જાય છે. સતી એટલે કેવળ બળી મરવું નહી. પણ સત્ ચઢે અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com