________________
આપણી પ્રકાશન સંસ્થા સમાજ પરિવર્તનને આધાર નવા વિચાર પર છે. એ લોકો સુધી પહોંચે તે જ સમાજ ઘડતરનું કામ આગળ ચાલે. એટલા માટે મુનિશ્રી સંતબાલજીના વિચારોને મૂર્ત સ્વરૂપ આપવાની દૃષ્ટિએ ભાલ નળકાંઠો પ્રદેશમાં જે વિવિધ પ્રવૃત્તિઓ ચાલી રહી છે તે પૈકી એક પ્રવૃત્તિ પ્રકાશન વિભાગને લગતી છે.
આ પ્રવૃત્તિ એટલે મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર. આ સંસ્થા છેલ્લા તેત્રીસ વર્ષથી પુસ્તકોનું પ્રકાશન કરે છે. આ પ્રકાશનોએ જાહેર જીવનના ઘડતરમાં સારો એવો ફાળો આપે છે.
એક વ્યકિતએ પિતાના વ્યકિતગત વિચારે આ સંસ્થા સન૧૯૩૩માં સ્થાપાયેલી. આ વ્યકિત તે શ્રી લક્ષ્મીચંદ ઝવેરચંદ સંઘવી. જેઓ મુનિશ્રી સંતબાલજી પ્રત્યે ખૂબ જ આદર અને ભક્તિભાવ ધરાવે છે અને છેલ્લા તેત્રીસ વર્ષથી મંત્રીપદની જવાબદારી કર્તવ્યભાવે સંભાળી રહ્યા છે. સંસ્થાની શરૂના ચૌદ વર્ષ તેઓએ વ્યકિતગત આર્થિક જવાબદારી ઉપાડી વ્યકિતગત સંચાલન કરેલું પણ જ્યારે પ્રાયોગિક સંઘની સ્થાપના થઈ ત્યારે સાથે તેઓશ્રીના કહેવાથી આ પ્રવૃત્તિને પોતામાં સમાવી તેનું સંચાલન પિતાના હાથ ધર્યું. - મુનિશ્રી સંતબાલજીએ સન-૧૯૩૮ના અરસામાં ભાલનળકાંઠા પ્રદેશમાં પ્રવેશ કર્યો. તેઓશ્રીને પિતાના વિચારોને મૂર્ત સ્વરૂપ આપી શકાય એવો આ પ્રદેશ લાગ્યો અને પ્રદેશની આમજનતાએ તેમાં પૂરો સાથ આપ્યો.
આમ જનતાના સહકારથી અનેકવિધ પ્રવૃત્તિ ચાલુ થઈ. આ બધી પ્રવૃત્તિઓને સાંકળવા માટે ભાલનળકાંઠા પ્રાયોગિક સંધની સ્થાપના થઈ. સંધના સંચાલન નીચે આજે દસ પ્રવૃત્તિઓ-સંસ્થાઓ ચાલે છે. જેમાં ઉપરની પ્રકાશન સંસ્થાનો સમાવેશ થાય છે.
આમ જનતાને જીવનલક્ષી સાહિત્ય શક્ય તેટલાં ઓછાં મૂલ્ય મળે એ દૃષ્ટિ આ સંસ્થાના ઉદ્દેશમાં રહેલી છે. આ ઉદ્દેશ પાર પડે અને સંસ્થાના આર્થિક પાસાં સરભર થઈ રહે એ રીતે બજારૂ કિમતથી પણ ઓછી કિંમત પ્રકાશનની રાખવામાં આવે છે.
આમજનતા આ સંસ્થાના સાહિત્યને વધુ ને વધુ લાભ ઉઠાવશે એવી આશા છે.
હરિપ્રસાદ આચાર્ય
વ્યવસ્થાપક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com