SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ પણ તેઓ કાયનાં પિયર (સમાજનાં માબાપ) છે તેથી સમાજને માર્ગદર્શન આપવામાં ઘણું ઉપયોગી થઈ શકે.” તેમના આ શુભ વિચારથી અને પ્રયત્નથી આ પુસ્તકો છાપવાનું મહાન કામ શરૂ કરી શકાયું છે. આ પ્રવચનનું મુખ્ય તરવ જાળવી અલગ અલગ મુદાવાર નાનાં નાનાં પુસ્તકરૂપે છપાય; તે વાંચનારને સુગમ પડે એમ લાગવાથી દરેક વિષયના જુદાં જુદાં એમ કુલ દસ ભાગે છે. આ પુસ્તકોનું સંપાદન પણ ટૂંકાણમાં છતાં મૂળ ભાવ અને અનિવાર્ય એવી વિગતે જાળવીને થાય એ જરૂરી હતું. એ માટે પણ શ્રી. મણિભાઈ લોખંડવાળાએ મદ્રાસના જૈન વિધાર્થીગૃહના ગૃહપતિ શ્રી ગુલાબચંદ જનનું નામ સૂચવ્યું. તેમને રૂબરૂ મળવા બોલાવ્યા અને વાતચીત કરી અને તેમણે સહર્ષ આ કામગીરી સ્વીકારી. અંતમાં અમે પૂ. મુનિશ્રી સંતબાલજી તેમજ મુનિશ્રી નેમિચંદ્રજીએ આવુ સર્વાગ સુંદર અનુભવપૂર્ણ સાહિત્ય જનતાને આપ્યું; તે બદલ તેમનો આભાર માનીએ છીએ. તે જ રીતે સાયનમાં શીવ સોસાયટીમાં રહેતા વાર મણિભાઈ લક્ષ્મીચંદ કચ્છ મુંદ્રાવાળાએ આ પુસ્તકો છપાવવામાં પૂરતો સહકાર આપેલ છે, તેમજ મહેનત લઈ શેઠ શ્રી. પદમશીભાઈ તથા બીજાઓ પાસેથી સહકાર અપાવેલ છે તે બદલ તેઓશ્રીઓને આભાર માનીએ છીએ. તેમની મદદ વગર અમે આ સાહિત્ય પ્રકાશિત કરી શકત કે કેમ? તે સવાલ હતો. અને મદ્રાસવાળા શ્રી. ગુલાબચંદ જેન કે જેમણે અનેક જવાબદારીઓ હોવા છતાં આ કામને ધર્મકાર્ય માની સમયસર સંપાદન કર્યું છે તેમનો પણ આભાર માનીએ છીએ. પૃ. શ્રી. દંડી સ્વામી, શ્રી માટલિયા, વિધવાત્સલ્ય પ્રાયોગિકસંપ વગેરેએ પણ પ્રેરણા આપી છે, તેથી તેમને અને જ્ઞાત, અજ્ઞાત સૌએ જે સહકાર આવે છે તેમને પણ અમે આભાર માનીએ છીએ. સાધુસંત, સાધ્વીઓ, સેવકો અને જનતા આ દશેય પુસ્તકોને અભ્યાસ કરી પર કલ્યાણને સ્પષ્ટ માર્ગ અખત્યાર કરશે એવી અમને આશા છે. સાધુસાધ્વી શિબિર વ્યવસ્થાપક સમિતિ, મુંબઇ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034813
Book TitleDharmanubandhi Vishva Darshan Pustak 10 Smruti Vikasna Margo
Original Sutra AuthorN/A
AuthorSantbal
PublisherMahavir Saitya Prakashan Mandir
Publication Year
Total Pages374
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy