________________
૧૦૧
કે ધારણ શકિત પ્રબળ હેવી જોઈએ. વિષય ગ્રહણ શકિત, ઇન્દ્રિય શકિત-૫ટુતા, તેમજ તીવ્ર અનુમાન શકિત પણ તેનામાં હેવી જોઈએ.
તે ઓછામાં ઓછી ત્રણ ભાષા-હિંદી, માતૃભાષા અથવા ગુજરાતી, બંગાળી, મરાઠી કે કોઈ એક પ્રાંતીય ભાષા અને સંસ્કૃત ભાષાને જાણકાર હવે જોઈએ. કાવ્ય-પિંગળ જાણનાર હોવો જોઈએ જેથી તે ઍક રચના કરી શકે. પ્રવચન કરવાની પટુતા તેમાં હેવી જોઈએ અને તેની પ્રવચન લી મનોરંજક તેમજ આકર્ષક હેવી જોઈએ. સંસ્કૃત ભાષામાં ભાષણ આપવાનો અભ્યાસ હેય તે વધુ સારું છે. સંગીતકળા જાણતો હોય તે સોનામાં સુગંધ ભળ્યા જેવું ગણાશે.
જાહેરમાં શતાવધાન કરતાં પહેલાં ૪૦-૫૦ અવધાન સુધી યાદ રાખવાની પોતાની શકિતની પરીક્ષા જાતે કરી લેવી જોઈએ. તેમજ નજીકના સાથી જને પાસે પણ કરાવી લેવી જોઈએ. તેણે અકના સંકેત અક્ષર, તેમજ પ્રતિનિધિ શબ્દો મગજરૂપી કબાટમાં યાદ રાખી ગોઠવી લેવા જોઈએ, નહીંતર ખરે ટાણે તેને પિતાની સ્મૃતિ દગો દઈ શકે છે.
જે પ્રશ્નો પૂછાતા જાય તેમને ક્રમ નંબર તરત શબ્દચિત્રની સાથે ગોઠવી દેવું જોઈએ. નહીંતર પછી ભૂલી જવાશે અને ગોટાળા થઈ જશે. દા. ત. ૫ નંબરવાળા પ્રશ્રકારે એક સંખ્યા યાદ :રાખવા માટે આપી છે- ૧૭૮૯૧૬” હવે એને તરત ૫ નંબરના શબ્દચિત્ર “પાઉ”ની સાથે જોડીને “પાઉં મોતીલાલને છે” એમ વાક્ય રચના કરી લેવી જોઈએ.
અવધાનની સંક્લના સરળ રીતે કરવી જોઈએ, જેથી યાદ રાખવામાં મુશ્કેલી ન પડે. પ્રશ્નોમાં એક બીજાની સાથે સાંકળ રહેવી જોઈએ. શતાવધાનને કમ આ પ્રમાણે હવે જોઈએ ! પ્રારંભમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com