________________
થયા ખરા પણ તેઓ કાં તે રાજ્યની પ્રશંસા કર્તા રહ્યા અગર તે વ્યક્તિગત ચિંતનમાંજ લીન રહ્યા. તેમણે લોકોનાં સંગઠનોને દર્યા નથી. ધર્મગુરુઓ હતા પણ તેઓ રાજ્યાશ્રિત બની ગયા અને ધર્મસંસ્થાને પણ રાજ્યાશ્રિત બનાવી દીધી હતી. એટલે એક વખત આખી દુનિયાને આંજી નાખનાર રોમન સામ્રાજ્ય, અંતે અનુબંધ ન હોવાથી, અંદર પિકળ હેઈને નામશેષ થઈ ગયું. આ ઉપરથી જોઈ શકાય છે કે ભારતની જ એક માત્ર સંસ્કૃતિ એવી છે જે ટકી શકી છે અને જગતને એકતાની ભૂમિકાએ લાવી શકે છે.
ચર્ચા-વિચારણા શ્રી. માટલિયાએ ચર્ચાને પ્રારંભ કરતાં કહ્યું: “સવારે પૂ. નેમિમુનિએ જણાવ્યું કે કેવળ ભારતની સંસ્કૃતિ જગતને એકતાની ભૂમિકાએ લાવી શકે છે. પ્રશ્ન એ છે કે ભારતની સંસ્કૃતિ આટલા વર્ષ ટકી શકી અને શા માટે ઈજિસ્ટ, મેસોપોટેમિયા, ચીન વગેરે દેશમાં સંસ્કૃતિ ન ખીલી શકી? તેનું મુખ્ય કારણ તે કંઈક અંશે ભૌગોલિક પરિસ્થિતિઓ તેમજ પ્રકૃતિની કૃપા છે.
બીજાં રાષ્ટ્રોના ઈતિહાસમાં જોશું કે તેઓ આક્રમક થયા ત્યારે ભારત આક્રમક ન થયું. તેનું કારણ શું? તેને ઉત્તર એ છે કે અહીં ધર્મસંસ્થા, લોકસેવકસંસ્થા, લોકસંસ્થા અને રાજ્ય સંસ્થા એ ચારેયને અનુબંધ તે હજ પણ એ અહીં થઈ શક્યો તેનું કારણ પ્રકૃતિની કૃપા તો ખરી જ!
અહીં પુષ્કળ જમીન અને વિશાળ કુદરતી સાધન હતાં. એટલે વિદેશથી જે આક્રમણ કરવા આવ્યા તેમને કહેવામાં આવ્યું “લડે છો શા માટે? લડીને બન્ને દળો નાશ પામે તેના કરતાં સહિયારો પુરુષાર્થ કરીએ અને બન્ને સાથે રહી સ્વતંત્ર રક્ષણ પણ ગોઠવીએ !” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com