________________
ગુપ્ત (બીજા)ના ઝંડા નીચે બધાએ ભેગા મળીને યુદ્ધ આરંવ્યું. આ વાત અશોક પછી ૫૩૪ વર્ષે થઈ. ચંદ્રગુપ્ત મહત્વાકાંક્ષી હતા, કુશળ હતો. તેણે ઉત્તરના આર્ય રાજાઓને ભેગા કર્યા. એટલું જ નહીં તેણે લિચ્છવી વંશના ગણતત્ર રાજ્યની રાજકુમારી કુમારદેવી સાથે લગ્ન કર્યા. એ રીતે તેણે એ જાતિને ટેકો મેળવ્યો અને કાળજીપૂર્વક બધી તૈયારી કરી, બધા વિદેશી શાસકે સામે તેણે મેન્ચ શરૂ કર્યો. બારેક વર્ષની લડાઈ બાદ તે ઉત્તર હિંદને યુક્ત પ્રાંત કો કરી શકો. પછી તેને સમ્રાટ તરીકે રાજ્યાભિષેક થયા.
ચંદ્રગુપ્ત પછી તેને પુત્ર સમુદ્રગુપ્ત તેના કરતાં પણ વધારે ઉગ્ર લડવૈયો હતો. તે મહાન સેનાપતિ હતા અને સેનાપતિ થયા બાદ તેણે ઠેર-ઠેર પિતાને વિશ્વ ડંકો વગાડયો હતો. દક્ષિણમાં પણ તેણે વિજય મેળવ્યું હતું. પણ તેનું આધિપત્ય કેવળ નામ માત્રનું રહ્યું હતું. તેણે કુશાન લોકોને સિંધુપાર હાંકી કાઢયા હતા.
અહીં આપણને જાતિ-જાતિ વચ્ચે વર્તાતે દ્વેષ નજરે ચઢશે. હિંદના આ પિતાની જાતિ માટે અતિશય મગરૂબ હતા અને વિદેશી લોકો તરફ તુચ્છભાવે જોતા હતા. તેથી જ તેમણે કેવળ કુશાન લોકોને જ નહીં પણ તુક, પાર્થિયન અને બીજી જાતિના લોકોને પણ જડમૂળથી કાઢી નાખ્યા. વેહુણ નામની જાતિને ગુપ્તવંશના રાજાઓએ સતત લડાઈ આપી હતી. તેના મૂળમાં તે જાતિ ભેદજ હતો.
સમુદ્રગુપ્તના પુત્ર ચંદ્રગુપ્ત (ત્રીજા) ગુજરાત અને કાઠિયાવાડ તેમજ માલવાને જીત્યાં. અહીં લાંબા સમયથી શક, તુક અને વિદેશી રાજઓનું શાસન હતું. તેણે “વિક્રમાદિત્ય' ઉપનામ ઘારણ કર્યું. તેણે પોતાની પ્રજા માટે ખુબજ કાળજી રાખી હતી અને છુપાવેશે તે નગરચર્ચા જેવા નીકળી પડતો. તે ઉપરથી તેનું નામ પર પરદુઃખભંજન વિક્રમ પડયું.
તેના દરબારમાં કાલિદાસ વગેરે નવ પંડિત હતા. તે વખતે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com