________________
બ્રાહ્મણધર્મને પુનરૂદ્ધાર થયા. તે વખતે બૌદ્ધ-સાધુઓ ઉપર છેડે જુલમ થયો પણ તે બહુ જ નજીવો હત; કારણ કે હજુ બૌદ્ધોનું વર્ચસ્વ ચાલતું જ હતું.
નવા બ્રાહ્મણધર્મો બુદ્ધને અવતાર તરીકે માની લીધે. બૌદ્ધધર્મને બ્રાહ્મણધર્મથી મઠારવાનો પ્રયાસ ઘણાં વર્ષો સુધી ચાલતે રહ્યો. કેટલીક સુંદર વાતોને બ્રાહ્મણધર્મો પતાનામાં અપનાવી લીધી. વિદેશી હુમલાઓ:
સિકંદર પછી લગભગ વિદેશી હુમલાઓ બંધ થયા હતા પણ ઈશુ પૂર્વેની પહેલી સદીની આસપાસ ફરી વિદેશી હુમલાઓ શરૂ થયા. મધ્ય એશિયામાંથી બેકિટ્રયન, શક, સીથીયન, હૂણ, કુશાન વગેરે જાતિઓએ હિંદની વાયવ્ય સરહદે હુમલાઓ શરૂ કર્યો.
બેટ્રિયાના મીનાંડર રાજાએ વાયવ્ય સરહદ ઉપર હુમલો કર્યો. તે પ્રદેશ તેણે જીતી લીધું. તે ભાવિક બૌદ્ધ બન્યા. ત્યારબાદ શક લેક આવ્યા. કેટલાક અહીં વસ્યા કેટલાક પાછા ગયા. પછી કુશાન નામની જાતિના ટોળાંએ આવ્યાં. તેમણે પંજાબ, રાજસ્થાન અને સૈારાષ્ટ્રમાં કાયમી વસવાટ કર્યો. હિંદે તેમને અપનાવીને સંસ્કારી બનાવ્યા. તે વખતે બૌદ્ધ ધર્મ હોવાના કારણે સહુ બૌદ્ધ સંસ્થાઓની વ્યવસ્થાને અનુસરતા હતા તેથી આ બધી જાતિઓ હિંદના એક અંગરૂપ બની ગઈ હતી. કુશાનોએ પિતાનું સામ્રાજ્ય બનારસથી વિધ્યાચળ સુધી ફેલાવ્યું હતું. તેનો વિસ્તાર ઉત્તરમાં કાશગર, યારકંદ અને ખેતાન સુધી તેમ જ પશ્ચિમમાં ઇરાન અને પાર્થિયા સુધીને હતો. આમ યુક્તપ્રાંત, પંજાબ અને કાશ્મીર સાથે આખા હિંદ ઉપર તેમ જ એશિયાના એક મોટા એવા ભાગ ઉપર તેમનું રાજ્ય હતું. કુશાન સામ્રાજ્ય
કુશાન સામ્રાજ્યની પ્રારંભમાં રાજધાની કાબુલ અને પછી પુરુષપુર (પશા વર) રહી હતી. કુશાન સામ્રાજ્યને સુપ્રસિદ્ધ રાજા કનિષ્ક હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com