________________
૩૭
કરાવી હતી. તે વખતે ભારતમાં ચાર વિદ્યાપીઠે હતી. તક્ષશિલા, નાલંદા, ઉજજૈન અને મથુરા. તેમાં દેશ-વિદેશના ઘણા વિધાર્થીઓ આવતા હતા. તેઓ અહીંથી ધર્મને સદેશ પિતાની સાથે લઈ જતા. આખા દેશમાં અને ખાસ કરીને પાટલિપુત્રની આસપાસ ઘણા વિહાર થઈ ગયા. તેથી તે પ્રાંત “વિહાર” કહેવાયો. ધર્મપ્રચારના કારણે ગેહત્યા તદ્દન બંધ થઈ ગઈ હતી; યજ્ઞમાં પશુઓની બલિ પણ બંધ થઈ હતી. લોકોમાં શાકાહાર વધારે પ્રિય થતો જતો હતે. મદ્યપાન અને અન્ય વ્યસને પણ ઓછાં થતાં જતાં હતાં. તેણે જાહેર કર્યું હતું કે તે હવે શેવજીવનની દરેક પળે ધર્મ પાછળ ખર્ચશે. મૃત્યુ પહેલાં થોડા દિવસે તે રાજપાટ છોડીને બૌદ્ધભિલું થયે હતે.
હવે અશોકના રાજ્યકાળમાં અનુબંધ જોઈએ. તેને સાધુસંસ્થા સાથે અનુબંધ રહ્યો ખરો. પણ લોકસેવકો (બ્રાહ્મણે) જાગૃત થયા ન હતા. તેઓ યજ્ઞાદિ કર્મકાંડામાં પડ્યા રહેતા હતા. પશુબલિ તે બંધ થયેલી પણ તેના બદલે ઘી-વગેરેને ભોગ અપાતો હતે. ય મૂળ ઉદ્દેશ્ય તેમને ન સમજાયો. તેથી મૂળ ઉપર ઘા ન પડ્યો. એક રીતે બ્રાહ્મણમાં નિર્જીવતા આવી ગઈ હતી. લેકોનું રાજ્ય સંસ્થા ઉપર કોઈપણ પ્રકારનું વર્ચસ્વ ન હતું. લોકે રાજય સામે બેલી શકતા ન હતા. નહીંતર આવી લડાઈએ શા માટે થાય છે તે છતાં ધર્મસંસ્થા અને સાધુઓને અનુબંધ હોઈને તેનું સામ્રાજ્ય ઘણું સુંદર કહેવાયું એ નિઃશંક છે. અશોક પછી તેના વંશજેમાં કૃણાલ અને સંપ્રતિનું રાજ્ય પચાસ વર્ષ સુધી ચાલ્યું. કહેવાય છે કે સંપ્રતિ રાજાએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો અને તેણે પણ ધર્મ-પ્રચાર માટે એટલું બધું કાર્ય કર્યું હતું કે તેને " પ્રિયદર્શ સમ્રાટ ” તરીકે ઇતિહાસમાં વર્ણવવામાં આવ્યો છે.
સંપ્રતિ પછી મૌર્ય સામ્રાજ્યના વંશજો નબળા પડયા અને તેમના જ એક બ્રાહ્મણ સેનાપતિ પુષમિત્રે ગાદી ઉપર કજો મેળવ્યા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com