________________
૩૪
નાખ્યું, બાઈને તલવારથી ખતમ કરી અને એના પતિને આવી બેદરકારી માટે મારી નાખ્યો. એક ગાલીચા બનાવનારને ગાંઠ રહી જતાં અને પગમાં વાગતાં, તેણે મરાવી નાખ્યો, તે છતાં તેને અંતે તે થયું કે તેને રસ્તો ખોટો છે અને ખાલી હાથે જનાજે કાઢવાનું ફરમાન બહાર પાડ્યું.
એટલે આપણે તે સંસ્કૃતિ તેને કહીએ છીએ જેમાંથી સુખેથી જીવવાનું અને મરવાનું મળી શકે, તેનો ઈતિહાસ એ જ ખરો ઈતિહાસ છે.”
પૂ. દંડી સ્વામી : “મારા વાંચનને સાર તે એ છે કે જૂના ગ્રીસ ઉપર પણ આપણી સંસ્કૃતિની અસર છે. સિકંદરે પોરસને જ ખરો પણ તેને થયું કે અહીં જુદી જ સંસ્કૃતિ છે અને વિરલ વિચારધારા છે. તેથી પિરસ રાજને તે તલવાર તેમજ સિંહાસન પાછું સંપી દે છે.
ઈરાન પુરાણાની દષ્ટિએ આર્યાયન આર્યોનું અયન (સ્થાન) છે. તેને શાક્યદીપ પણ કહેવામાં આવે છે. તેનું નામ પારસ પણ છે. જે અપભ્રંશ થઈને ફારસ બને છે. પ્રોફેસર દાવર કહેતા કે પારસીઓના ધમને વૈદિક ધમ સાથે ગાઢ સંબંધ છે. ઈરાનમાં ચંદ્રકુળ (સોમપરા) અગ્નિકુળ (ભોજક) અને સૂર્ય કુળ એમ અઢાર પ્રકારના બ્રાહ્મણ હતા એમ મનાય છે.
ચાણક્યને કેટલાક ઈતિહાસકારે ઇરાનના ભાર્ગવી બ્રાહ્મણ ગણે છે. આમ ઈરાન અને ભારતને સબંધ હતો.
સિકંદર અહીંની સંસ્કૃતિથી પ્રભાવિત થયો હતો અને બે સાધુએને સાથે લઈ જવા માગતો હતો. એકે રસ્તામાં પ્રાણ-ત્યાગ કર્યો. બીજાએ જવા માટે ના પાડી; તો પણ સિકંદર તેમના ઉપર તલવાર ન ઉપાડી શક્યો. અને તે સંસ્કૃતિની અસર થાય જ છે. પચીસેક સાધુઓને હસતે મુખે “૩૪ પરમાત્માને નમઃ કરીને મરણને ભેટતા જોઈને તેને થયું કે “આ દેશ કદી પરત ત્ર થઈ શકશે નહી. “અને તે પાછો ફર્યો.
1
છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com