________________
અને અંગ્રેજી સિવિલાઈઝેશન (Civilisation) વચ્ચે ઘણું અંતર છે. તે સિવિલાઈઝેશન શબ્દ નગર રચના કે સભ્યતાને સૂચક છે. ત્યારે સંસ્કૃતિ એ માનનીય પુરૂષાર્થને કલ્યાણકારી સૂચક શબ્દ છે. કહેવાય છે કે જગત પ્રકૃતિથી નચાવ્યું નાચે છે. એ રીતે જોતાં પ્રકૃતિએ પણ માનવીના પુરૂષાર્થને પ્રેરવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો છે તેથી સંસ્કૃતિના શ્રીચરણ મંડાયાં છે.
(૧) સર્વપ્રથમ સંસ્કૃતિને પ્રારંભ થયો નાઈલ નદીના કિનારે. એટલે કે મિસરમાં મિસરના એક કાંઠે સમુદ્ર અને બાકીના ત્રણ કાંઠે રણ છે. નાઈલનો કાંપ ઠરે તેટલી જમીન ફળદ્રુપ બને વરસાદ ત્યાં ૧-૨ ઈંચનો થાય. તેથી નહેરો દવામાં આવી; કાંઠા બંધાયા, પૂર કયે રસ્તે વાળવું વગેરે વિચારોથી સહિયારો પુરૂષાર્થ ખેડાય કારણકે આવું ભગીરથ કાર્ય એકલ-દેકલથી ન થઈ શકે. ત્યાં ખેતીની સંસ્કૃતિ વધી; પણ રણ હાઈને ત્યાં કોઈના આક્રમણને ભય ન હોવાથી, લડાયક શસ્ત્ર કે લડાઇનું શાસ્ત્ર ન ખેડાયું. પરિણામે પરદેશી પ્રજાના હુમલાનો ભોગમિસરની પ્રજા થતી ગઈ. બાજુના આરબ લોકોએ એ પ્રદેશને જીતી લીધા. તે પ્રદેશમાં ખગોળ, ગણિત, ભૂમિતિ જ્યોતિષ, ઈત્યાદિ વિદ્યાઓ ખીલી ઊઠી. દરિયો ફર્યો એટલે હડી વિદ્યા–વહાણવટું ખીલ્યું. સાથે વેપારવાણિજ્ય ખીલ્યું. વરસાદ કયારે આવે એ જોતાં નક્ષત્ર, ગ્રહ વગેરેનું નિરીક્ષણ ઉંચા ઊંચા મીનારા ઉપરથી કરવાનું વધ્યું અને જ્યોતિષનું જ્ઞાન વધ્યું. પણ બહારના લોકોને ત્યાં ગયા બાદ ખેતી ઉપર જ નભવું પડયું. એટલે ખેડૂતો વધારે હેઈને પ્રજામાં સ્થિતિ ચૂસ્તતા ઘણુ રહી. તેનું પરિણામ એ આવ્યું કે તેમની સંસ્કૃતિ પાડોશના આરબ દેશની ખિલતી સંસ્કૃતિ સાથે તાલ ન મેળવી શકી, રક્ષણના અભાવે વિદેશીઓને આધીન થઈ ગઈ
(૨) બીજી સંસ્કૃતિ જે મેસોપોટેમિયા કે બેબીલોનિયાની સંસ્કૃતિ છે. તે પ્રાચીન મહેની એક છે. તે પ્રદેશને ઉર કહેવાય છે. એ રીતે ત્યાંના માનવી ઉર્ય અને નારી ઉર્વશી ગણાતી. ક્ષત્રિયો એંદ્ર ગણતા. તેઓ ઈટ માં શાસ્ત્ર લખતા; રાજા હથિયાર રાખતા. ત્યાં ખંડિયેરોમાં લોઢાનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com