________________
ટાંકવામાં આવે છે. જો કે તે વિશ્વવિજેતા કહેવાય પણ હજુ તેને ચીનનો આ પ્રદેશ અને હિંદને બાકીને વિશાળ પ્રદેશ જિતવાનો બાકી હતો.
તેના મરણ બાદ તેના કુટુંબીઓ અંદરોઅંદર લડયા અને તેમણે એક-બીજાની કતલ કરી. તેના વિશાળ સામ્રાજ્યના ટુકડે-ટુકડા થઈ ગયા. તેના સેનાપતિઓએ તે રાજ્ય વહેંચી લીધું. મિસર ટોલેમીનને હસ્તક ગયું. ઈરાન, મેસેપિટેમિયા અને એશિયા માઈનરને થડે ભાગ સેલ્યુસના હસ્તક આવ્યા. સિકંદરના આક્રમણથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે તેના અગાઉ પૂર્વ-પશ્ચિમને સંબંધ પણ જમીન માર્ગે હતું જ.
સિકંદરની ચડાઈ અને મૃત્યુના પ્રત્યાઘાતો રૂપે ભારતમાં એક મહાન સામ્રાજ્ય, મૌર્ય સામ્રાજ્ય સ્થપાયું. તે વખતે ભારતને મગધમાં નવમે નંદરાજા રાજ્ય કરતો હતો. તેની રાજધાની પાટલિપુત્ર હતી. ચંદ્રગુપ્ત તેને સંબંધી હતો કે તેને દાસી-પુત્ર હતો એવી અટકળ કરવામાં આવે છે. કોઈ કારણસર નંદરાજાએ તેને દેશવટો આપો. ચંદ્રગુપ્તને વિષ્ણુગુપ્ત (જેનું બીજું નામ ચાણક્ય હતું) નો ભેટે થયા અને તે એને તક્ષશિલા લઈ ગયો. ત્યાં તેમણે સિકંદરની કીર્તિને આશ્ચર્યચકિત થઈને જઈ હેય, એમ લાગે છે. જો કે બને જાગૃત રહીને ફરતા હતા. એવા મકાની તેઓ રાહ જોતા હતા કે તેમનું ધાયું થાય. સિકંદરના મરણથી તેમના હાથમાં એ મોકો આવ્યો. તેમણે આસપાસના લોકોને ભેગા કરી સિકંદરે છોડેલ સેનાને હરાવી, તક્ષશિલા કબજે કર્યું. ત્યાંથી ચંદ્રગુપ્ત અને તેના સહાયકોએ પાટલીપુત્ર તરફ કૂચ કરી. ત્યાં તેમણે નંદરાજાને હરાવ્યો. આમ ઈ.પૂ. ૩૨૧ની સાલમાં મૌર્ય સામ્રાજ્યને ઉદય થયો.
ચંદ્રગુપ્તની માતાનું નામ મૂરા હતું. તે ઉપરથી તે મૌર્ય કહેવાતે. ચંદ્રગુપ્તના અમલ દરમ્યાન સેલ્યુકસે સિંધુ નદી ઓળંગીને હિંદ ઉપર ચઢાઈ કરી. તેના આ અવિચારી પગલાંના કારણે કેવળ તેને પસ્તાવું પડયું પણ ચંદ્રગુપ્ત તેને સખત હાર આપી અને કાબુલ, હેરાત, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com