________________
પૂ. નેમિમુનિ: “આ જ્યાં આવીને વસ્યા તે દેશ આર્યાવર્ત ગણાય તેથી જ પૂર્વ-પશ્ચિમના સમુદ્ર વચ્ચેની જે ભૂમિ તે આર્યાવર્ત ગણાતી હતી.
શ્રી. દેવજીભાઈ: “જૈન શાસ્ત્ર પ્રમાણે માણસ જાતિના વિકાસથી પતનને અને પતનથી વિકાસને એમ બે આરાનું મળીને એક કાળચક્ર બાર કોડાકોડી પ્રમાણે થાય છે. માનવ ભલે સુસંસ્કૃત થતે ચાલે પણ આજે તે ધીમે ધીમે ક્ષીણ થતો જાય છે અને અંતે તે ભોગોના અતિરેકના કારણે વધુ ક્ષીણ થશે. અને શાસ્ત્રો પ્રમાણે ૬ આરામાં લે કો વેતિયા જેવા થશે તેનું કારણ અતિભોગ જ છે.”
શ્રી. પંજાભાઈ: “મને તો લાગે છે કે માણસ વધુ સુસંસ્કૃત બન્યો છે. જે બુદ્ધિ તાળું બનાવે છે. તે જ બુદ્ધિ તાળું ખોલવા પ્રેરે છે તે તેને વિકાસ સૂચવે છે. એને જ ઈતિહાસને પ્રારંભ કહી શકાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com