________________
શ્રી પૂજાભાઈ: “ઋતુઓ સાથે સંસ્કૃતિને સંબંધ જરૂર છે. ઠંડી – ગરમી – વર્ષા એ બધાથી બચવા માટે માણસે એથ શોધી હશે. એટલે ગુફા - વૃક્ષ અને પછી મકાન આવ્યાં. તેમાંથી વર્ણો થયાં અને ધીમે ધીમે ધંધાવાર જાતે અને ન્યાત બનતી ગઈ. કુટુંબને ધંધે પરંપરાથી ફાવે– જો કે હવે તેવું રહ્યું નથી.
શ્રી વાસુદેવ બ્રહૃાચારીજી : મહાભારતમાં ઇતિહાસની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવી છે –
ધર્માર્થ કામ -મેક્ષા| ઉપદેશ – સમન્વિત,
પૂર્વવૃત્ત કથાયુક્ત ઈતિહાસ પ્રચક્ષત !
–જેમાં ધર્માદિ પુરુષાર્થને ઉપદેશ અને પરંપરાના વૃત્તાંતે હેય તેને જ ઈતિહાસ કહે છે. અહીં ધર્મને અર્થ જ્ઞાનથી છે, તેમ અર્થને અર્થ પર પકાર છે. કામ એટલે કલ્પના થાય છે. જગત કલ્પનામય છે એટલે સંસારમાં રહેવા છતાં વિભૂતિઓ અલિપ્ત રહે છે તે મોક્ષનું રહસ્ય છે.”
શ્રી સંન્યાસી ગોપાલ સ્વામીજીઃ “હિંદુ ધર્મની આ પ્રમાણે પણ વ્યાખ્યા કરી શકાય છે. હિમાલયને “હિમ” અને બિંદુ સરવર સુધીને “દુ” મળીને હિન્દુ કરવામાં આવે છે. સિંધુને હિંદુ અપભ્રંશ થયે એ તે પ્રચલિત જ છે. “હિંસયા દૂયતે ચિત્ત, સ હિન્દુરિતીરિતઃ” એટલે કે જેનું ચિત્ત હિંસા જોઈને દુભાય છે તે હિન્દુ છે. ઈદુ ઉપરથી પણ હિન્દુ થયું એવું કોઈ કઈ માને છે.”
શ્રી. માટલિયાઃ “આ દેશમાં નાગ, રાક્ષસ, દયુ, પાતાલી, અને દ્રાવિડ જાતિઓ હતી એમ અનેક જાતિઓને બનેલે આ દેશ ગણું શકાય !”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com