________________
વિશ્વ ઇતિહાસની રૂપરેખા
૨: આર્ય જાતિને ઈતિહાસ] [ મુનિ શ્રી નેમિચંદ્રજી
ગ્રીસ સંસ્કૃતિને ઇતિહાસ આપણે આ અગાઉ જોઈ ગયા છીએ. ઇતિહાસને લંબાણથી ચર્ચવા માટે આપણે બેઠા નથી પણ તેમાંથી સત્ય તારવવાનું છે. ઈતિહાસમાં એ ખાસ જોવાનું છે કે તે વખતે રાજ્ય વ્યવસ્થા, લેકવ્યવસ્થા અને ધર્મ વ્યવસ્થા મુખ્યત્વે કેવી હતી અને ત્રણેને અનુબંધ હતો કે નહીં ?
સંસ્કૃતિની દષ્ટિએ ઈતિહાસને લેતાં ભારતમાં આવેલા આર્યલે કોને ઇતિહાસ સર્વ-પ્રથમ લઈશું. તેઓ અહીંના મૂળ નિવાસી ન હતા. તેઓ હિંદના વાયવ્ય ખૂણામાંથી મધ્ય એશિયામાંથી અહીં આવેલા એમ પુરાતત્ત્વવેત્તાઓ માને છે. મહે-જો-ડેરોના અવશેષો એના સાક્ષી છે કે ભારતમાં તે વખતે એક બીજી મહાન સંસ્કૃતિ દ્રવિડ સંસ્કૃતિ ચાલુ હતી. એ અશષ ઉપરથી તેમની રહેણી-કરણી, મકાનની બાંધણી, નગર-રચના વગેરેને ખ્યાલ આવી શકે છે.
આર્યોની મૂળ સંસ્કૃતિ શું હતી અને આ દેશમાં તેઓ કયારે આવ્યા હતા તે અંગે ચક્કસ માહિતિ મળતી નથી. પણ, વેદ, ઉપનિષદ રામાયણ-મહાભારત જેવા ગ્રંથોથી આર્યોના આચાર-વિચાર-વહેવાર વગેરે જીવન પ્રણાલિકા તેમજ રીતિ રિવાજેનો ખ્યાલ બાંધી શકાય છે. તે મને આજના વિગતવાર ઈતિહાસની જેમ ઇતિહાસ ન માની શકાય; કારણકે આ ગ્રંથની રચના તવારીખ પ્રમાણે નથી થઈ પણ તેમાં મુખ્યત્વે સંસ્કૃતિ રક્ષાની દૃષ્ટિએ જ લખાયું છે.
આર્ય લોકો હિંદમાં આવ્યા અને તેમણે અહીંની દ્રવિડ સંસ્કૃતિ સાથે સમન્વય કર્યો. આજે અફધાનિસ્તાન છે ત્યાંના રસ્તે “ખેબર અને
બલને 'ની ખીણોમાંથી થઈને આથી ભારતમાં આવ્યા હોય એમ વધુ યુતિ સંગત લાગે છે. અફઘાનિસ્તાન અગાઉ ગાંધાર-કંદહાર કહેવાતા. કૌરવોની માતા ત્યાંની હેઈને ગાંધારી કહેવાતી. ત્યાંથી સિંધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com