________________
૨૫૦
જોઈએ. આ અંગે ગાંધી-નીતિવાળાઓએ જે જાગૃતિ દાખવવી જોઈએ તે દાખવી નથી. રાજય આર્થિતંત્ર સંભાળીને બેઠું છે. પણ હવે તેનું આયોજન પ્રજાનાં નૈતિક બળાએ એક થઈને કરવાનું છે. તે માટે રાજ્ય સામે, રાજ્ય સંસ્થા સામે લડવું પડશે. અંદર અને બહાર બને મે રચે લડવું પડશે.
સપ્ત સ્વાવલંબનને કાર્યક્રમ ભૂદાન સાથે પહેલેથી જ જોડી દેવાની જરૂર હતી; પણ તેમ ન થયું. દેશના પ્રશ્નોના ઉકેલ માટે કોંગ્રેસ દાવો કરે છે. લોકસેવક કક્ષાએ ભૂદાન તે દાવો કરે છે. આ બન્નેએ ગ્રામ સ્વરાજ્યની અર્થનીતિ માટે લોકકક્ષાએ પ્રયાગકાર તરીકે મુનિશ્રી સંતબાલજીના ભાલ નળકાંઠાની પ્રયોગ-પ્રવૃત્તિઓ પાસે જવું જોઈએ. તેની પાછળ વીસેક વર્ષને જ્વલંત ઈતિહાસ પણ છે. તે આ ત્રણેય સંસ્થાઓનું સંયોજન થાય તો ઘણું જ સુંદર કામ થાય! આ અંગે એક વસ્તુનું સતત ધ્યાન રાખવું પડશે કે સંગઠનના નામે સ્થાપિત હિતો-દાંડ તો, કોમવાદી ત વગેરે અંદર ન આવી જાય. ઉત્સાહમાં ને ઉત્સાહમાં આમાંનું કંઈ પણ ભૂલવાનું નથી. નહીંતર ગયા જ સમજવાનું.
તાજો દાખલો ભૂદાનને છે. અનુબંધ વિચારધારાએ તેને દિલથી અપનાવેલું અને પ્રાયોગિક સંઘે પોતાને કવોટા પૂરે કરાવી દીધેબમણે કરાવ્યો, પણ ભૂદાન કાર્યક્રમમાં ગ્રામ સંગઠન સાથે ન સંધાયો અને તે પ્રાયોગિક સંઘથી અતડું ચાલ્યું એમ લાગ્યું છે તે તેમ ન થવું જોઈએ. આજે ગાંધીજી નથી એટલે સર્વોદયી વિચારધારા–સર્વાગી બનાવવાને ઓછો સંભવ છે. એટલે જે જોડાણ થાય તે સ્વાભાવિક થવું જોઈએ. કૃત્રિમ નહીં; નહીંતર તેની વિપરીત અસર ગામડામાં થવાનો સંભવ છે.”
પૂ. નેમિમુનિ : “ભારતીય સંસ્કૃતિને અનુરૂપ સંગઠને કર્યા સિવાય ગામડાની અર્થનીતિ કે સામાજિક નીતિની અસર દેશ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com