________________
ટકશે કોણ? જેની પાસે વધારે મૂડી છે, પ્રચારમાં વધારે સાધનો છે, તે જ વધારેમાં વધારે વેપાર ખેડી શકશે.
તાજ છાપ સિગરેટ વાળા ગામડે ગામડે મોટર લઈને ફરે, લોકરંજન કરે, તેમજ “તાજ બેતાજ છે લિજજતદાર છે, સ્કૂર્તિદાયક છે!” એ રીતેની જાહેરાત કરંજન સાથે કરે છે તેથી તે ટકી શકે છે.
એકવાર ચર્ચામાં મેં કહેલું કે આ વેલફેર (કલ્યાણરાજ ) સ્ટેટ ચાનો પ્રચાર કરવા માટે બે કરોડ રૂપિયાનો ખર્ચ કરે છે. ભારે કરવેરા પ્રજા ઉપર નાંખીને તેની આવકથી ચાને પ્રચાર સરકાર કરે તે કેટલું બેહુદું લાગે છે? મહારાજશ્રી જેવા સંતે ચા, બીડી, સિગરેટ વગેરેની બાધા લેવડાવે તે લેનાર આજે જૂજ જ નીકળે! કારણ કે સરકાર પણ બેટી વસ્તુને સામેથી ટેકો આપે છે. એટલે ગાંધીજીએ કહ્યું કે “વસ્તુના ભાવ આયોજન ઉપર સહકારી ધોરણે નક્કી થવા જોઈએ. રાજ્યના ધરણે નહીં તેમજ હરીફાઈના પાયા ઉપર નહીં !” પાંચમી પાયાની ભૂલ : ઉદ્યોગની ખેતી માલિકી!
અર્થશાસ્ત્રને પાંચમો મુદ્દો એ મનાય છે કે મોટા ઉદ્યોગો ઉપર રાજ્યની માલિકી અને નાના ઉદ્યોગ ઉપર ખાનગી માલિકી હોવી જોઈએ. ગાંધીજીએ તેને બદલે એમ કહ્યું કે “મોટા ઉદ્યોગે સાર્વજનિક માલિકીના હોવા જોઈએ અને નાના ઉદ્યોગ સહકારી પદ્ધતિથી ચાલવા જોઈએ. જેમાં માલ બનાવનારની ભાગીદારી હેવી જોઈએ.”
આમ પાશ્ચાત્ય અર્થશાસ્ત્ર અને ભારતની સંસ્કૃતિની રીતે વિચારેલ ગાંધી અર્થનીતિમાં પાયાને ફેર છે. ગાંધીજીએ અર્થનીતિ ઉપર જે વિચારો દર્શાવ્યા હતા તે તેમણે ચરખાસંધ જેવા નાનકડા સંધ વડે પ્રયોગ કરીને બતાવ્યા હતા. ઉત્પાદન નફા માટે નહીં પણ ઉપયોગ માટે થવું જોઈએ. ભાવનિર્ણય હરીફાઈ ઉપરથી નહીં પણ આજીવિકા પ્રમાણે થવા જોઈએ. તેની સાથે તેમણે “જે કાંતે તે પહેરે અને જે પહેરે તે કાંતા” એ સત્ર બતાવ્યું હતું. ગાંધીજી કહેતા કે મારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com